Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ ભારત-પાકિસ્તાનની વચ્ચે થશે ક્રિકેટ સીરિઝ ? PCB ચીફ રમીજ રાજા બોલ્યા - હાલ અશક્ય છે

શુ ભારત-પાકિસ્તાનની વચ્ચે થશે ક્રિકેટ સીરિઝ ? PCB ચીફ રમીજ રાજા બોલ્યા - હાલ અશક્ય છે
, મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (20:35 IST)
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવનિયુક્ત અધ્યક્ષ રમીજ રાજાએ સોમવારે કહ્યુ કે ભારતની સાથે દ્વિપક્ષીય શ્રેણીની રમવી હાલ શક્ય નથી. તેમણે કહ્યુ કે તે આ માટે ઉતાવળમાં પણ નથી કારણ કે તેમનુ ધ્યાન ફક્ત દેશના ઘરેલુ ક્રિકેટ માળખા પર કેન્દ્રિત છે. 
 
આ 59 વર્ષના પૂર્વ કપ્તાનની સર્વસમ્મતિથી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમણે સોમવારે ઔપચારિક રૂપમાં પોતાનુ કાર્યભાર સાચવ્યુ. તેમણે માન્યુ કે પીસીબીનુ  અધ્યક્ષ પદ ક્રિકેટની સૌથી મુશ્કેલ ભૂમિકાઓમાંથી એક છે. તેમણે કહ્યુ, આ ખૂબ મોટો પડકાર છે અને પ્રધાનમંત્રી (ઈમરાન ખાન)એ મને આ જવાબદારી સોંપતા પહેલા બધા પહેલુઓ પર વિચાર કર્યો હતો. 
 
ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યુ તો રમીજે કહ્યુ, હાલ આ અશક્ય છે, કારણ કે રાજનીતિ સાથે રમતો પર ખરાબ પ્રભાવ પડ્યો છે અને હાલ યથાસ્થિતિ છે. અમે આ મામલે ઉતાવળમાં પણ નથી કારણ કે અમને અમારા ઘરેલુ અને સ્થાનીક ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજયમા તા.૧૪ થી તા.૧૬ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ જુનાગઢ,રાજકોટ,વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના: હવામાન વિભાગ