Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ નિવૃત્ત થયો 17 વર્ષની ઉમરમાં કર્યુ હતું ડેબ્યુ

parthiv patel
, બુધવાર, 9 ડિસેમ્બર 2020 (12:39 IST)
ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. ગુજરાતના ખેલાડીએ તેની 18 વર્ષની લાંબી કારકિર્દીનો અંત સોશિયલ મીડિયા પર લખાયેલી લાંબી પોસ્ટ દ્વારા કર્યો હતો. 35 વર્ષીય પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાત તરફથી 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર પાર્થિવનો સ્થાનિક ક્રિકેટમાં જબરદસ્ત રેકોર્ડ છે. આ વર્ષની શરૂઆતમાં, તેણે રણજી ટ્રોફીમાં ગોવાના વિરુદ્ધ 27 મી ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારીને 11 હજાર ફર્સ્ટ ક્લાસ રન પૂરા કર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sonia Gandhi birthday- સોનિયા ગાંધી 74 વર્ષની થઈ, પીએમ મોદીએ તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી