Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PAK vs NZ , Highlights, T20 World Cup 2021: પાકિસ્તાનની સતત બીજી જીત, ન્યૂઝીલેંડને હરાવ્યુ

PAK vs NZ , Highlights, T20 World Cup 2021: પાકિસ્તાનની સતત બીજી જીત, ન્યૂઝીલેંડને હરાવ્યુ
, મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (23:14 IST)
ફાસ્ટ બોલર હારિસ રાઉફના કરિયરના સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનને કારણે પાકિસ્તાને મંગળવારે અહીં ICC T20 વર્લ્ડ કપના સુપર 12 તબક્કાના ગ્રુપ II માં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટથી હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરની બેટિંગ બાદ પણ ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 134 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનની ટીમે 135 રનનો ટાર્ગેટ 8 બોલ બાકી રહેતાં મેળવી લીધો અને ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી જીત છે. ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ડેરીલ મિશેલ અને ડેવોન કોનવેએ 27 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન કેન વિલિયમસને 25 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હારિસ રાઉફે ચાર વિકેટ ઝડપી હતી.
 
 
- જેમ્સ નીશમ આઉટ
 
મોહમ્મદ હફીઝે તેની પ્રથમ ઓવર લાવીને પહેલા જ બોલ પર જેમ્સ નીશમને આઉટ કર્યો. નીશમે પુલ કરતી વખતે શોટ રમ્યો હતો પરંતુ ડીપ મિડ-વિકેટ પર તે ફખર ઝમાનના હાથે કેચ થયો હતો. તે બે બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો.
 
- ડેરીલ મિશેલ આઉટ
 
ઇમાદ વસીમની ઓવરના પહેલા બોલ પર ડેરીલ મિશેલે લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી પરંતુ બીજા જ બોલ પર તે ફખર ઝમાનના હાથે કેચ આઉટ થયો હતો. તે 20 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. તેણે પોતાની ઇનિંગમાં એક ફોર અને બે સિક્સર મારી હતી.

10:38 PM, 26th Oct
મોહમ્મદ રિઝવાન આઉટ
 
12મી ઓવર નાખવા આવેલા ઈશ સોઢીએ આ વખતે મોહમ્મદ રિઝવાનને પોતાનો શિકાર બનાવ્યો. અમ્પાયરે એલબીડબલ્યુની અપીલ પર આઉટ આપ્યો હતો. રિઝવાન રિવ્યુ લેવા માંગતો હતો પરંતુ શોએબ મલિકે તેને રિવ્યુ લેવા દીધો નહોતો. રિઝવાન 34 બોલમાં 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

10:21 PM, 26th Oct
- કોનવેનો શાનદાર કેચ, હફિઝ આઉટ
મોહમ્મદ હફીઝ 11મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. હફિઝે સેન્ટનરના બોલ પર લોંગ ઓફ પર શોટ રમ્યો હતો પરંતુ કોનવે સ્ટ્રેચ કરીને એક હાથે શાનદાર કેચ પકડ્યો હતો. હાફિઝ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

10:20 PM, 26th Oct
- મોહમ્મદ હફીઝની શાનદાર સિક્સ 
 
જેમ્સ નીશમ 10મી ઓવર લઈને આવ્યો 11 રન આપ્યા. ઓવરના ત્રીજા બોલ પર મોહમ્મદ હાફીઝે સ્વીપ કવર પર સિક્સર ફટકારી હતી. પાકિસ્તાનનો સ્કોર 50ને પાર થઈ ગયો છે. ટાર્ગેટ બહુ દૂર નથી, તેથી પાકિસ્તાન માટે માત્ર તેની વિકેટ સાચવવી જરૂરી છે.
 
- ફખર ઝમાં આઉટ
 
નવમી ઓવર લઈને આવેલા ઈશ સોઢીની ત્રીજી બોલ પર ફખર ઝમાંને મિડ-વિકેટ પર સિક્સર ફટકારી હતી. જોકે આ પછી ફખર ઝમાં ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. સોઢીએ LBW માટે અપીલ કરી, અમ્પાયરે નોટ આઉટ આપ્યો પરંતુ ન્યુઝીલેન્ડે રિવ્યુ લેવાનું નક્કી કર્યું. અલ્ટ્રાએજમાં જોવા મળ્યુ કે બોલ પ્રથમ પેડ પર અથડાયો હતો. તે 17 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો.
 
- મિશેલ સેન્ટનરે 6 રન આપ્યા 
 
મિશેલ સેન્ટનરે સાતમી ઓવર લાવીને 6 રન આપ્યા હતા. રિઝવાને ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ બેટની કિનારી સાથે અથડાયો અને ફાઇન લેગ પર બાઉન્ડ્રી ઓળંગી ગયો. જેમ્સ નીશમે આગલી ઓવરમાં ત્રણ રન આપ્યા હતા.
 
- રિઝવાન દરેક તકનો ફાયદો ઉઠાવી રહ્યો છે
 
ન્યૂઝીલેન્ડની ટીમ ચુસ્તપણે બોલિંગ કરી રહી છે જેથી પાકિસ્તાની બેટ્સમેનોને મુક્તપણે રમવાની તક મળી નથી. જોકે, રિઝવાન દરેક તકનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. સાતમી ઓવરના બીજા બોલ પર રિઝવાને 12 બોલ પછી બાઉન્ડ્રી ફટકારી હતી.
બાબર આઝમ બોલ્ડ 
 
ટિમ સાઉથી છઠ્ઠી ઓવર લઈને આવ્યા અને ઓવરના પહેલા જ બોલ પર બાબર આઝમની મહત્વની વિકેટ મેળવી. બાબર આ કટર બોલને રમવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ બોલ બેટ સાથે અથડાયો નહી અને મિડલ સ્ટમ્પને ઉડાવી દીધા. કેપ્ટન બાબર આઝમને 11 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
 
- બાબર-રિઝવાનની શાનદાર બેટિંગ 
 
ટ્રેન્ટ બોલ્ટ ત્રીજી ઓવર લાવ્યો અને આ ઓવરમાં પાંચ રન આપ્યા. ઓવરના પહેલા જ બોલ પર રિઝવાને મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પછીની ઓવરમાં રિઝવાને પણ ચોગ્ગો ફટકાર્યો. પાકિસ્તાનની ટીમે માત્ર ચાર ઓવરમાં 22 રન બનાવી લીધા છે. બાબર અને રિઝવાન સારી લયમાં જોવા મળી રહ્યા છે.
- ટિમ સાઉથીએ 2 રન આપ્યા

09:44 PM, 26th Oct
 ટિમ સાઉથીએ 2 રન આપ્યા
 
ટિમ સાઉથી બીજી ઓવર કરવા આવ્યા તેમણે આ ઓવરમાં માત્ર બે રન આપ્યા. ન્યુઝીલેન્ડ માટે મહત્વનું છે કે બાબર અને રિઝવાનને સારી ભાગીદારી કરવાની તક ન આપે. છેલ્લી મેચમાં આ જોડીએ 152 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું.
 
- પાકિસ્તાનની બેટિંગ શરૂ. 
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર આવ્યા હતા, જ્યારે મિશેલ સેન્ટનરે ન્યૂઝીલેન્ડ તરફથી શરૂઆત કરી હતી. બાબર આઝમે ઓવરના ત્રીજા બોલ પર એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો
 
પાકિસ્તાનને 135  રનનો ટાર્ગેટ મળ્યો 
20 ઓવરની બેટિંગ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 134 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ડેરીલ મિશેલ અને ડેવોન કોનવેએ 27 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન કેન વિલિયમસને 25 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે ચાર વિકેટ ઝડપી હતી

08:48 PM, 26th Oct
ન્યુઝીલેન્ડનો સ્કોર 100ને પાર
 
હરિસ રઉફ 15મી ઓવર નાખવા આવ્યો અને તેણે પાંચ રન આપ્યા. ઓવરના પાંચમા બોલ પર કોનવેએ મિડ-વિકેટ પર શોટ રમ્યો અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 100 સુધી પહોંચી ગયો. ન્યુઝીલેન્ડની ટીમ પાસે હવે પાંચ ઓવર છે જેમાં તે લક્ષ્ય માટે શક્ય તેટલા વધુ રન બનાવવા માંગે છે.
 
હસન અલીએ નો બોલ ફેક્યો 
 
હસન અલીએ ઓવરનો પાંચમો બોલ ફેંક્યો પરંતુ તેનો પગ લાઇનની બહાર હતો. તેના કારણે ન્યુઝીલેન્ડને ફ્રી હિટ મળી પરંતુ ગ્લેન ફિલિપ્સ તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને માત્ર એક રન આવ્યો. હસન અલીએ આ ઓવરમાં પાંચ રન આપ્યા હતા.
 
કેન વિલિયમસન રન આઉટ 
 
કેન વિલિયમસન 14માં અને હસન અલી દ્વારા નાખવામાં આવેલ પ્રથમ બોલ પર રનઆઉટ થયો. વિલિયમ્સિન સિંગલ રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કોનવેએ તેને પાછો મોકલી દીધો, તે લાઈનની અંદર પહોંચે એ પહેલા જ હસન અલીએ સ્ટમ્પ ઉડાડી નાખ્યા. વિલિયમસન 26 બોલમાં 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Gujarat - ગુજ્જુ દિવાળીમાં રહો સાવધાન, 50 દિવસ પછી ગુજરાતમાં વધ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં નોંધાયા 30 નવા કેસ