Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ન્યુઝીલેંડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે ઈંટરનેશનલ ક્રિકેટમાંથી કરી સંન્યાસની જાહેરાત, જાણો તેમની અંતિમ સીરીઝ કંઈ રહેશે

ન્યુઝીલેંડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે ઈંટરનેશનલ ક્રિકેટમાંથી કરી સંન્યાસની જાહેરાત, જાણો તેમની અંતિમ સીરીઝ કંઈ રહેશે
, ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (12:51 IST)
ન્યુઝીલેંડના સ્ટાર બેટ્સમેન રોસ ટેલરે ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.  રોસ ટેલરે કહ્યુ કે તે આ હોમ સમર પછી ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે. તેનો મતલબ ટેલર બાગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝ અને ઓસ્ટ્રેલિયા અને નીધરલેંડ વિરુદ્ધ વનડે સીરીઝમા ભાગ લેશે. રોસ ટેલર હાલ 37 વર્ષના છે અને 8 માર્ચ 2022ના રોજ 38 વર્ષના થઈ જશે. 
 
ટેલરે સોશિયલ મીડિયા પર લખ્યુ, 'આજે હુ હોમ સમરના અંતમાં ઈંટરનેશનલ ક્રિકેટમાંથી મારા સંન્યાસની જાહેરાત કરી રહ્યો છુ. બાંગ્લાદેશ વિરુદ્ધ બે વધુ ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા અને નીધરલેંડ વિરુદ્ધ છ વધુ વનડે ઈંટરનેશનલ મેચ્ 17 વર્ષ મને આટલો સપોર્ટ આપવા માટે આભાર. પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કરવુ મારે માટે ગર્વની વાત છે. 
જમણા હાથના બેટ્સમેને ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં કુલ 110 ટેસ્ટ, 233 ODI અને 102 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન ટેલરે 7584 ટેસ્ટ, 8581 ODI અને 1909 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ તરફથી રોસ ટેલરે સૌથી વધુ ટેસ્ટ અને વનડે રન બનાવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિયાગ્રા લઈને પહોચ્યો પતિ, પત્નીએ સંબંધ બનાવવાની ના પાડી તો ધારદાર હથિયારથી કરી હત્યા