Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈંડિયાના નવા કોચ રહેશે સૌરવ ગાંગુલી ?

ટીમ ઈંડિયાના નવા કોચ રહેશે સૌરવ ગાંગુલી ?
નવી દિલ્હી. , ગુરુવાર, 16 એપ્રિલ 2015 (17:39 IST)
વર્લ્ડકપ ખતમ થઈ ચુક્યો છે હવે ટીમ ઈંડિયાના કોચનાપદ પરથી ડંકન ફ્લેચરનો કરાર ખતમ થયા પછી ભારતીય ટીમને ટૂંક સમયમાં જ એક નવા કોચ મળવાની શક્યતા છે.  
 
ઈંડિયન એક્સપ્રેસના મુજબ ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ મતલબ CABના મોટા અધિકારીએ એ ખુલાસો કર્યો છે કે તાજેતરમાં જ બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન ડાલમિયા અને ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગીલી વચ્ચે ભારતીય ટીમની કોચિંગને લઈને ચર્ચા થઈ છે.  ગાંગુલીએ બોર્ડ અધ્યક્ષને ટીમ ઈંડિયાની કોચિંગ કરવાને લઈને ઈચ્છા બતાવી છે. 
 
 CABના એક વિશ્વસનીય સૂત્ર મુજબ જો કે બોર્ડ પ્રમુખે પૂર્વ કપ્તાન અને બંગાળના ખેલાડીને એ સ્પષ્ટ કર્યુ કર્યુ છે કે જો ભારતીય ટીમની કોચિંગને લઈને ઈંટ્રસ્ટેડ છે તો તેમને કોચની જૉબ માટે એપ્લાય કરવુ પડશે. 
 
લાંબા સમયથી ભારતીય ટીમ વનડેમાં તો સારુ રમી રહી છે પણ ટેસ્ટ ક્રિકેટમાં તેને સતત ખરાબ રમતમાંથી પસાર થવુ પડી રહ્યુ છે. ભારતીય ટીમે તાજેતરમાં જ રજુ આઈસીસીની ટેસ્ટ રૈકિંગમાં પણ 7માં પગથિયે સરકી ગઈ છે. 
 
ભારત એકવાર ફરી ટેસ્ટમાં પણ સારા પ્રયાસ માટે પોતાના સ્ટાફમાં થોડો ફેરફાર કરવા માંગશે.  
 
બધા કોચોના ઈંટરવ્યુ બોર્ડના પ્રમુખ અધિકારી અને કેટલાક પૂર્વ કપ્તાન લઈ શકે છે. પહેલા પણ ડાલમિયાના બોર્ડ અધ્યક્ષ રહેતા સુનીલ ગાવસ્કરને ટીમ ઈંડિયાના કોચની નિમણૂંક કરવાની મુખ્ય જવાબદારી આપવામાં આવી હતી.  કેટલાક લોકોની માંગ છે કે ટીમ ઈંડિયાના કોચની જવાબદારી રાહુલ દ્રવિડને આપવામાં આવે. 
 

Share this Story:

Follow Webdunia gujarati