Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન અને મેચ જાહેર: જાણો પહેલી મેચ કોણ રમશે

motera stadium match
, મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (12:35 IST)
જેની દેશભરના કિક્રેક રસિયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદ પાસે બનેલા નવા મોટેરા સ્ટેડિયમનું માર્ચમાં ઉદઘાટન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ એવું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચ 2020માં બનીને તૈયાર થઈ જશે. ત્યારે તેના ઉદઘાટનમાં પીએમ મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે. તેમજ માર્ચમાં આ ગ્રાઉન્ડ પર મેચ રમાશે તેવો BCCIએ નિર્ણય કર્યો છે. BCCIએ ICC પાસેથી આ ગ્રાઉન્ડ પર મેચ રમવા માટે મંજૂરી માંગી છે. ત્યારે નવનિર્મિત આ ગ્રાઉન્ડ પર એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે મેચ રમાશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું એ PM મોદીનું સપનુ હતું, જે આખરે સાકાર થયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશમાં ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર તો રાજ્યમાં પોલીસ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ