હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટંસે પોતાની પ્રથન જ સીજનમા આઈપીએલનો ખિતાબ જીતી લીધો છે. તેમણે રવિવારે રમાયેલ ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવી દીધુ. આ જીતમાં કોઈનુ સૌથી વધુ યોગદાન છે તો તે છે કપ્તાન હાર્દિક પંડ્યા. હાર્દિકે ફાઈનલમાં પહેલા બોલિંગ અને પછી બેટિંગ માં કમાલ કરી. તેમણે ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ લીધી. ત્યારબાદ મુશ્કેલ સમયમાં 30 બોલ પર 34 રનની રમત રમી. હાર્દિકે જોરદાર કમબેક કર્યુ. પણ તેમની આ યાત્રા સરળ નહોતી.
ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ પછી જે ખેલાડીની સૌથી વધુ આલોચના થઈ હતી તે હાર્દિક પંડ્યા હતા. ટીમ ઈંડિયા પર આ આરોપ લગ્યો હતો કે અનફિટ હોવા છતા તેમને ટીમમાં લેવામાં આવ્યો. ટૂર્નામેંટમાં હાર્દિકનુ પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યુ. તેમણે પોતાની આગામી સીરીઝમાંથી બહાર કરવામાં આવ્યા. ત્યારબાદ હાર્દિક ઘરેલુ ટૂર્નામેંટમાં પણ ભાગ નહોતો લીધો. જેના પર ક્રિકેટ પંડિતોએ તેમને અભિમાની કહ્યા. હાર્દિકની આલોચના થઈ, પણ કોઈને શુ ખબર હતી કે આ ઓલરાઉંડર ધમાકેદાર કમબેકની તૈયારીમાં છે.