Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL Auction 2021: બે કરોડ રૂપિયાના બેસ પ્રાઈસવાળા એ ખેલાડી જેમની ડિમાંડ છે સૌથી વધુ

IPL Auction 2021: બે કરોડ રૂપિયાના બેસ પ્રાઈસવાળા એ ખેલાડી જેમની ડિમાંડ છે સૌથી વધુ
, બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (17:13 IST)
IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ વર્ષે હરાજીમાં કુલ 292 ખેલાડીઓ ભાગ લેશે. જો કે, હરાજીમાં ફક્ત 61 ખેલાડીઓનું નસીબ ચમકશે, કારણ કે તમામ 8 ટીમોમાં ઘણા બધા સ્લોટ ખાલી છે. આ વર્ષે, 10 ખેલાડીઓ છે જેમના પર મોટાભાગની ટીમોની નજર છે અને જેમણે બોલી  દરમિયાન મોટી રકમ મળી શકે છે. 
 
આઈપીએલની 14 મી સીઝન માટે 1100 થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. પરંતુ હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ફક્ત 292 ખેલાડીઓને તક મળી રહી છે. આ 292 ખેલાડીઓમાંથી ફક્ત 10 ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઇસ 2 કરોડ છે. બે કરોડની બેઝ પ્રાઇસ ધરાવતા ખેલાડીઓમાં ફક્ત બે ભારતીય ખેલાડીઓ છે.
 
બે કરોડવાળા ખેલાડીઓની વાત કરીએ તો આ બધા ઈંટરનેશનલ ક્રિકેટનુ મોટુ નામ છે. સ્ટીવ સ્મિથ, ગ્લેન મૈક્સવેલ, શાકિબ અલ હસન, કેદાર જાધવ, મોઈન અલી, હરભજન સિંહ, સૈમ બિલિંગ્સ, માર્ક વુડ, જેસન રાય અને લિયમ પ્લંકેટ એ ખેલાડી છે જેની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. 
 
ડિમાંડમાં છે આ ખેલાડી 



આ બધા ખેલાડીઓની આ વર્ષે હરાજીમાં મોટી ડિમાંડ રહેવાની છે.  તમારા ટીમ બેલેંસને ઠીક કરવા માટે મોટાભાગની ટીમોને મિડલ ઓર્ડરના સારા બેટ્સમેન, ઓલરાઉંડર અને તેજ બોલરની જરૂર છે. 
 
રાજસ્થાન રોયલ્સે આ વર્ષે હરાજી પહેલાપોતાના પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો. સ્ટીવ સ્મિથ પર ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની નજર છે. પોતાના મિડલ ઓર્ડરને યોગ્ય કરાવવા માટે અ અ બંને ટીમોને સ્મિથ જેવા ખેલાડીની જરૂર છે. 
 
મૈક્સવેલ, શાકિબ અલ હસન અને મોઈન અલી પર ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ મોટો દાવ લગાવી શકે છે. આ બંને ટીમોને મિડલ ઓર્ડરમાં ઝડપથી રન બનાવનારા એવા બેટ્સમેન જોઈએ જે જરૂર પડતા બે થી ત્રણ ઓવર બોલિંગ પણ કરી શકે, માર્ક વુડ અને પ્લંકેટ જેવા ઝડપી બોલર મુંબઈ ઈંડિયંસ, રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની નજર રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તને જમવાનું બનાવતા નથી આવડતુ કહીને પતિએ પત્નીના મોઢા પર મુક્કા માર્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો