આઈપીએલ 2021 ની શરૂઆતને હજી થોડા જ દિવસો બાકી છે, પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ તમામની ચિંતા વધારી દીધી છે. સૌથી મોટી ચિંતા મુંબઇમાં મેચોનું આયોજન કરવાનું છે કારણ કે અહીં મોટાભાગના કેસ નોંધાયા છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે સોમવારથી વીકએન્ડ લ લૉકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. જોકે બદલાતા સંજોગોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મોટો નિર્ણય લીધો.
ગાંગુલીએ એમ કહીને તમામ અટકળોનો અંત લાવી દીધો કે આઈપીએલ શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને ટૂર્નામેન્ટ્સ તેમના સમયપત્રક પ્રમાણે હશે. ગાંગુલીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, અમને લોકડાઉન સાથે કોઈ મુશ્કેલી નહીં થાય કારણ કે અમે રાજ્ય સરકારની ત્યાં મેચને યોજવાની મંજૂરી લીધી છે.
નોંધપાત્ર વાત એ છે કે આઈપીએલની 10 લીગ મેચ મુંબઇના વાનખેડે મેદાન પર રમાશે. આ તમામ મેચ 10 થી 25 એપ્રિલની વચ્ચે બાયો બબલની અંદર રમવામાં આવશે. અહીં પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાલમાં, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો અહીંના બાયો બબલમાં પ્રેક્ટિસ કરી રહી છે.
દરમિયાન, બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ દિવસે કહ્યું કે ભારતીય બોર્ડ આઈપીએલ સાથે સંકળાયેલા તમામ ખેલાડીઓની રસીકરણ અંગે પણ વિચારણા કરી રહ્યું છે અને આ સંદર્ભમાં આરોગ્ય મંત્રાલયના સંપર્કમાં છે.
મહત્વનું છે કે, આઈપીએલની 14 મી સીઝન ચેન્નઈમાં 9 એપ્રિલથી શરૂ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ અહીં સામ-સામે હશે. જોકે, આરસીબીના દેવદત્ત પદિકલ, કેકેઆરના નીતીશ રાણા (ચેપમાંથી સ્વસ્થ) અને દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલને ચેપ લાગ્યો છે.