Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIVE WTC Final IND vs NZ Reserve Day: WTC Final: ન્યૂઝીલેંડે જીત્યો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ, ફાઈનલમાં ભારતને 8 વિકેટથી હરાવ્યુ

LIVE WTC Final IND vs NZ Reserve Day: WTC Final: ન્યૂઝીલેંડે જીત્યો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ, ફાઈનલમાં ભારતને 8 વિકેટથી હરાવ્યુ
, બુધવાર, 23 જૂન 2021 (23:25 IST)
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ન્યુજીલેંડ વચ્ચે સાઉથમ્પટના એજિસ બાઉલ મેદાનમાં મેચ રમાઈ. ન્યુઝીલેંડની ટીમે ભારતને હરાવેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે  ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાએ જીતવા માટે 139 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. કિવિ ટીમે પોતાની બીજી ઇનિંગમાં બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 52 અને રોસ ટેલરે 47 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય ટીમ બીજી ઈનિગ્સમાં 170 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ. ભારત તરફથી ઋષભ પંતે 41 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ભારતની બીજી ઇનિંગ્સમાં ટિમ સાઉથીએ 4 અને ટ્રેંટ બોલ્ટે ત્રણ વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 249 રન બનાવ્યા હતા.  ભારતની પ્રથમ ઇનિંગ્સને  ન્ય ટીમને  217 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. કાઈલ જેમિસન 5 વિકેટ ઝડપી હતી.
 
 
 
 
- 45 ઓવર પછી ભારતનો સ્કોર 95/4, અજિંક્ય રહાણે 6 અને ઋષભ પંત 16 રને રમી રહ્યા છે. પંત સારા ફોર્મમા જોવા મળી રહ્યો છે, ટિમ સાઉદી પછી, તેણે નીલ વેગનરની આ ઓવરમાં જોરદાર ફોર પણ ફટકારી હતી.
 
-  43 ઓવર બાદ ભારતનો સ્કોર 89/4, ઋષભ પંત 11 અને અજિંક્ય રહાણે 5 રન બનાવીને રમી રહ્યા છે. પંતે સાઉદીની આ ઓવરમાં શાનદાર ચાર સાથે હાથ ખોલ્યા. ન્યુઝીલેન્ડ માટે, અનામત દિવસની શરૂઆત શ્રેષ્ઠ રહી હતી અને તેઓએ પુજારા અને કોહલીમાં બે મોટી વિકેટ લીધી છે.
 
- ઓવર બાદ ભારતનો સ્કોર 85/4 છે, ઋષભ પંત 7 અને અજિંક્ય રહાણે 5 રને રમી રહ્યા છે. જેમીસનનો બોલ એકદમ યોગ્ય દિશામાં પડી રહી છે,  આ ઓવરમાં પણ તેને એક પણ રન ન આપ્યો. 

11:25 PM, 23rd Jun
- રિઝર્વે ડેના દિવસે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 8 વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. .ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 52 અને રોસ ટેલર 43 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.


11:04 PM, 23rd Jun
 
- કેન વિલિયમ્સને પોતાનું પચાસ રન પુરા કર્યા છે. ન્યુઝીલેન્ડને જીતવા માટે 6 રનની જરૂર છે.
- 42 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 115/2 છે, કેન વિલિયમસન 36 અને રોસ ટેલર 38 રન બનાવીને રમી રહ્યા છે. ન્યુઝીલેન્ડને જીતવા માટે વધુ 24 રનની જરૂર છે. મેચ ભારત તરફથી ઘણી આગળ જઇ રહી હોય તેવું લાગે છે.

09:15 PM, 23rd Jun
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો રોમાંચ ચરમસીમાએ છે. લાગે છે કે આ મેચમાં હજી ઘણા વધુ ટર્નીંગ પોઇન્ટ આવવાના બાકી છે. અશ્વિન હવે ડબ્લ્યુટીસીમાં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો છે. તેણે પીટ કમિન્સને પાછળ છોડી દીધા છે.

09:05 PM, 23rd Jun
 
- 17.2 ઓવરમાં ડેવોન કોનવે રવિચંદ્રન અશ્વિનની બોલ પર થયા એલબીડબ્લ્યુ કર્યો. કોનવેએ 19 રનની ઇનિંગ રમી હતી. ભારતને મોટી સફળતા મળી છે અને તે  ખરા સમયે મળી છે.


08:27 PM, 23rd Jun
- ટી બ્રેક પછી મેચ ફરી શરૂ થઈ છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર વગર કોઈ નુકશાને 19 રન છે. ક્રીઝ પર ટોમ લેથમ અને ડેવોન કોનવે છે. . ન્યુઝીલેન્ડને જીતવા માટે વધુ 120 રનની જરૂર છે.
- ટી બ્રેક  સુધી ન્યૂઝીલેન્ડની કોઈ વિકેટ પડી નથી. ન્યુઝીલેન્ડને જીતવા માટે વધુ 120 રનની જરૂર છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 19/0, ટોમ લેથમ 5 અને કોનવે 9 રન બનાવીને રમી રહ્યા છે.
- 6 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 10/0, ટોમ લેથમ 4 અને કોનવે 5 રન પર રમી રહ્યો છે. જો ભારતે મેચમાં કમબેક કરવું હોય તો વિકેટ લેવી પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Update Gujarat - કોરોના કેસમાં સતત ઘટાડો. આજે નોંધાયા 138 નવા કેસ