Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત વિ. ન્યૂઝીલૅન્ડ : શુભમન ગિલની બેવડી સદી, ન્યૂઝીલૅન્ડ સામે ભારતે મૂક્યું 350 રનનું લક્ષ્ય

ભારત વિ. ન્યૂઝીલૅન્ડ : શુભમન ગિલની બેવડી સદી, ન્યૂઝીલૅન્ડ સામે ભારતે મૂક્યું 350 રનનું લક્ષ્ય
, બુધવાર, 18 જાન્યુઆરી 2023 (18:10 IST)
હૈદરાબાદમાં રમાઈ રહેલ ન્યૂઝીલૅન્ડ અને ભારતની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ મૅચમાં રોહિત શર્માની ટીમે મહેમાન ટીમ સામે 350 રનનું લક્ષ્ય મૂક્યું છે.
 
ભારતીય ઓપનર શુભમન ગિલે આ મૅચમાં બેવડી સદી ફટકારી. શુભમન ગિલે 145 બૉલમાં બેવડી સદી પૂરી કરી. જોકે, તેના અમુક સમય બાદ જ તેઓ 208 રનના સ્કોરે આઉટ થઈ ગયા.
 
ભારતે આઠ વિકેટ પર 349 રનનો સ્કોર ઊભો કરી દીધો. શુભમન સિવાય રોહિત શર્મા 34 રન, વિરાટ કોહલી આઠ રન, ઈશાન કિશન પાંચ, સૂર્યકુમાર યાદવે 31 રન, હાર્દિક પંડ્યા 28 રન, વૉશિંગટન સુંદર 12 રન, શાર્દૂલ ઠાકુરે ત્રણ રન બનાવ્યા.
 
ભારત ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રણ વનડે ઇન્ટરનેશનલ મૅચોની સિરીઝની શરૂઆત આજથી જ થઈ છે.
 
શુભમન ગિલની બેવડી સદી સાથે જ વનડે ઇન્ટરનેશનલમાં હવે દસ બેવડી સદી નોંધાઈ ચૂકી છે.
 
તેમણે 145 બૉલમાં બેવડી સદી પૂરી કરી હતી.
 
બેવડી સદી નોંધાવનારા બૅટ્મૅનોની યાદી અહીં આપી છે.
 
રોહિત શર્મા – 264
 
માર્ટિન ગુપ્ટિલ – 237*
 
વીરેન્દ્ર સેહવાગ – 219
 
ક્રિસ ગેલ – 215
 
ફખર ઝમા – 210*
 
ઈશાન કિશન – 210
 
રોહિત શર્મા – 209
 
રોહિત શર્મા – 208*
 
શુભમન ગિલ – 208
 
સચીન તેંડુલકર – 200*

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં ડોક્ટર સાથેના ફોટો બતાવી ટીમ લીડરે એક્ઝિક્યુટિવ યુવતી પર દુષ્કર્મ આચર્યું