rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs AUS Live Score: મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડ કરી ઇનિંગ્સની શરૂઆત, ભારત વિકેટની શોધમાં

Australia  India
, શનિવાર, 25 ઑક્ટોબર 2025 (09:18 IST)
IND vs AUS, 3rd ODI Live Score:   ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી ચાલી રહી છે. યજમાન ઓસ્ટ્રેલિયા પહેલા બે ODI જીતીને શ્રેણી જીતી ચૂક્યું છે. બંને ટીમો હવે ત્રીજી ODI માં આમને-સામને છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીને સ્થાન આપવામાં આવ્યું છે.

- ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર આ મેચની પહેલી બાઉન્ડરી આવી. ટ્રેવિસ હેડે મોહમ્મદ સિરાજના છેલ્લા બોલ પર ફ્લિક કરીને ચોગ્ગો માર્યો. આ ચોગ્ગાના સહારે ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કોર 9 રન પર પહોંચી ગયો.
 
- ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વન-ડે શરૂ થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન ગિલે સિરાજને નવો બોલ આપ્યો. તેણે પહેલી ઓવરમાં કોઈ રન આપ્યો નહીં. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડ ઓપનિંગ કરી રહ્યા છે.
 
બન્ને ટીમના  પ્લેઇંગ-11
ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
 
ઓસ્ટ્રેલિયા (AUS): મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, મિચેલ ઓવેન, નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે પાણીના ટીપા-ટીપા માટે તરસશે પાકિસ્તાન, અફઘાનિસ્તાન પણ બંઘ કરશે પાણી