Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એશિયા કપમાં ફરી એક જ ગ્રુપમાં રમશે ભારત-પાકિસ્તાન, જય શાહના આ ટ્વીટે ફેંસની ધડકન વધારી

india vs pakistan
, ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (15:07 IST)
એશિયા કપ 2023 અને 2024ની યાદી રજુ થઈ ચુકી છે. એશિયન ક્રિકેટ કાઉંસિલના અધ્યક્ષ જય શાહે એક મોટુ એલાન કરતા જણાવ્યુ કે આ વર્ષે રમાનારી એશિયાઈ ટૂર્નામેંટમા એકવાર ફરીથી ભારત અને પાક્સિતાન એક જ ગ્રુપમાં રહેવાના છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે  સપ્ટેમ્બરમાં એશિયા કપ ટૂર્નામેંટ આયોજીત કરવામાં આવશે. આ ટૂર્નામેંટના એક ગ્રુપમાં જ્યા ભારત અને પાકિસ્તાનની ટીમ રહેવાની છે. તો બીજા ગ્રુપમાં શ્રીલંકા, અફગાનિસ્તાન અને બાગ્લાદેશ રહેશે. તો દર્શકો માટે આ ભારત અને પાકિસ્તાનને એક સાથે ટક્કર જોવાની એક વધુ સારી તક રહેશે. 

 
એશિયા કપ 2023 અને 2024ની યાદી જાહેર કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે એક મોટી જાહેરાત કરી છે કે આ વર્ષે યોજાનારી એશિયન ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રહેવા જઈ રહ્યા છે. એશિયા કપ ટૂર્નામેન્ટ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાશે. આ ટૂર્નામેન્ટના એક ગ્રુપમાં જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો મુકાબલો કરવા જઈ રહી છે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ હશે. તેથી દર્શકો માટે ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવાની આ બીજી સારી તક હશે.
 
પાકિસ્તાન પાસે છે હોસ્ટિંગ રાઈટ્સ 
 ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023ના આયોજનની જવાબદારી પાકિસ્તાનને સોંપવામાં આવી. પણ એસીસીના અધ્યક્ષ જય શાહે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહી જાય. આવામાં આ ટૂર્નામેંટ કોઈ ન્યૂટરલ વેન્યુ પર રમાશે. જય શાહે ટ્વીટ કરી કહ્યુ, એશિયન ક્રિકેટ કાઉંસિલ 2023 અને 2024 માટે માર્ગ સંરચના ક્રિકેટ કેલેંડર રજુ કરી રહ્યો છુ.  આ રમતને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા અદ્વિતીય પ્રયાસો અને જોશને દર્શાવે છે. શાનદાર પ્રદર્શન માટે તૈયાર દેશોના ક્રિકેટરો સાથે, આ ક્રિકેટ માટે એક સારો સમય હોવાનુ વચન આપે છે. 
 
રમાશે 13 મુકાબલા 
એશિયા કપ 2023 માં લીગ સ્ટેજ, સુપર 4 અને ફાઈનલ મુકાબલો મળીને કુલ 13 મેચ રમાશે. ઉલ્લેખનીય કે ટીમ ઈંડિયા અગાઉ ગ્રુપ સ્ટેજમાં સારુ પ્રદર્શન કર્યા બાદ સુપર 4માં હારીને બહાર થઈ હતી. બીજી બાજુ પાકિસ્તાનને હરાવીને શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની હતી. જો કે હાલ એશિયા કપ 2023નો શેડ્યુલ સામે આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 ના આયોજનને લઈને ખૂબ વિવાદ ચાલી  રહ્યો છે. જય શાહે એનુઅલ મીટિંગના પછી આ સ્પષ્ટ કર્યુ હતુ કે એશિયા કપ પાકિસ્તાનની ધરતી પર નહી રમાય. બીજી બાજુ તેમના આ નિવેદન પછી પાકિસ્તાન તરફથી સતત ધમકીઓ આવી કે તેઓ પણ 2023 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહી આવે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમનો સ્ટે - ઉત્તરાખંડ : હલ્દ્વાનીમાં રેલવેની જમીન પરથી 'દબાણ હઠાવો અભિયાન' પર સુપ્રીમની રોક