Publish Date: Mon, 09 Feb 2026 (12:19 IST)
Updated Date: Mon, 09 Feb 2026 (12:27 IST)
IND vs PAK, T20 World Cup 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં થનારી T20 વર્લ્ડ કપ મુકાબલાને લઈને રજુ થયેલા વિવાદ પર સમાધાનની કોશિશ તેજ થઈ ગઈ છે. આ કડીમાં 8 ફેબ્રુઆરીની મોડી સાંજે લાહોરમાં ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (ICC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વરિષ્ઠ અધિકારીઓની એક મહત્વની મીટિંગ થઈ. PCB ના નિમંત્રણ પર બાંગ્લાદેશે પણ આ મીટિંગમાં ભાગ લીધો. આ મીટિંગમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામે પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કર્યુ. જ્યારે કે ICC ના ડિપ્ટી ચેયરમેન ઈમરાન ખ્વાજા લાહોર પહોચ્યા. મીટિંગમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને ગતિરોધ પર ખૂબ મોટે સુધી ચર્ચા થઈ.
PCB એ મુકી 3 ડિમાંડ
ક્રિકબજની રિપોર્ટ મુજબ PCB એ આ વાતચીતમાં ICC પાસેથી રેવન્યુમાં વધુ ભાગ, ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટની પુનઃ શરૂઆત, અને મેચ પછી હૈંડશેકના પ્રોટોકૉલના પાલન જેવી માંગ મુકવામાં આવી છે. બીજી બાજુ વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવેલ બાંગ્લાદેશ તરફથી કોઈ વળતરની માંગ થઈ શકે છે. તેનાથી એ વાત તો સ્પષ્ટ છે કે પાકિસ્તાનની ટીમ ભારત સાથે મેચ તો રમવા માંગે છે પણ પોતાની શરત પર. જો કે દ્વિપક્ષીય શ્રેણી ICC ના અધિકાર ક્ષેત્રમાં નથી આવતી અને હેંડશેક જેવી પરંપરાઓ અનિવાર્ય નથી હોતી.
વિવાદની અસલી જડ બાંગ્લાદેશ
આ સંમ્પૂર્ણ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો બતાવીને ભારતમાં પોતાની T20 વર્લ્ડ કપ મેચ રમવાની ના પાડી હતી અને વેન્યુ બદલવાની માંગ મુકી હતી. ICC એ આ વિનંતીને નકારી કાઢી, જેના પછી બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું. ત્યારબાદ, બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને ભારત સામે રમવાનો ઇનકાર કર્યો અને કોલંબોમાં મેચનો બહિષ્કાર કર્યો, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી.
શ્રીલંકાએ નારાજગી વ્યક્ત કરી
શ્રીલંકાએ પણ આ સંભવિત બહિષ્કાર અંગે કડક વલણ અપનાવ્યું છે. શ્રીલંકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ રદ થવાથી દેશના પર્યટન અને આતિથ્ય ક્ષેત્રોને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. વધુમાં, શ્રીલંકાએ પાકિસ્તાનને તે સમયની યાદ અપાવી જ્યારે તેને પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો અને શ્રીલંકાની ક્રિકેટ ટીમે પાકિસ્તાનમાં ક્રિકેટ પરત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.