Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs PAK: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપનું ચેમ્પિયન બન્યુ

IND vs PAK
, સોમવાર, 29 સપ્ટેમ્બર 2025 (00:05 IST)
એશિયા કપ 2025 ની ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી, જેમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. આ મેચમાં તિલક વર્મા ભારતના હીરો હતા.

અગાઉ, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લઈને પાકિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું. ભારતીય બોલરોએ પાકિસ્તાનને 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું. કુલદીપ યાદવે 4 વિકેટ લીધી, જેમાં તેણે પોતાની સ્પેલની છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપી.
 
જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 57 રન બનાવ્યા. પાકિસ્તાનનો સ્કોર એક સમયે 1 વિકેટે 113 રન હતો. અહીંથી, તેમણે આગામી 43 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી. જસપ્રીત બુમરાહએ હારિસ રઉફને બોલ્ડ કર્યો. આ પછી, તેણે જેટ ક્રેશનો ઈસારો કરીને રઉફને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"મારા રૂમમાં આવો... જો તમે મારી વાત નહીં માનો, તો હું તમને નિષ્ફળ કરીશ," સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ ચેટમાં વ્યસ્ત રહેતા હતા.