ચોથી વનડે ઈંટરનેશનલ ક્રિકેટ મેચ ભારતીય ટીમ 92 રન પર સમેટાઈ ગઈ. ન્યૂઝીલેન્ડે બે વિકેટના નુકસાન પર 93 રન બનાવી જીત હાસલ કરી હતી. હેનરી નિકોલસ 30 રને અને રોલ ટેલર 37 રને પર નોટઆઉટ રહ્યા હતા.
ભારતીય ટીમનુ પ્રદર્શન ચોથી વનડે મેચમાં ખૂબ જ ખરાબ રહ્યુ. ભારતનો કોઈ બેટ્સમેને 20 રનના આંકડાને પાર ન કરી શક્યો. ટ્રેંટ બોલ્ટ પાંચ જ્યારે કે કૉલિન ડિ ગ્રૈંડહોમે ત્રણ વિકેટ લીધી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 5 મેચોની શ્રેણીમાં 3-0થી અજેય બઢત લઈ ચુકે એછે. ચોથી મેચ ગુરૂવારે સેડન પાર્ક મેદાનમાં રમાય રહી છે. ન્યૂઝીલેંડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ટ્રેંટ બોલ્ટના પંચને કારણે ન્યૂઝીલેંડે 30.5 ઓવરમાં ભારતીય ટીમને 92 રન પર જ ઓલઆઉટ કરી દીધા. ભારતને આ મેચમાં નિયમિત કપ્તાન અને ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વગર ઉતરી છે. તેમને સીરિઝના બચેલા બંને મેચ અને ટી-20 માટે આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાન પર રોહિત શર્મા ટીમની કપ્તાની કરી રહ્યા છે. આ રોહિતના કેરિયરની 200મી વનડે મેચ છે.
93 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેંડ ટીમના માર્ટિન ગપ્ટિલએ શાનદાર શરૂઆત કરતા પહેલા જ બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર લગાવી હતી. જોકે ભુવનેશ્વર કુમારે આજ ઓવરમાં ગપ્ટિલની વિકેટ ઝડપી લીધી હતી. ભારતીય ટીમને પ્રથમ વિકેટની સફળતા સાથે જ સ્કોર 14/1 (1 ઓવર) રહ્યો હતો. જ્યારે ભારતીય ટીમને બીજી વિકેટની સફળતાના રૂપમાં કેન વિલિયમસનની વિકેટ મળી હતી. ભુવનેશ્વરે કુમારની બોલિંગમાં દિનેશ કાર્તિકે કેન વિલિયમસનનો કેચ પકડ્યો હતો. વિલિયમસને 18 બોલમાં 11 રન કર્યા હતા. આ સાથે જ ટીમનો સ્કોર 39/2(6.2) ઓવર થયો હતો.
ન્યુઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટ 10 ઓવરમાં 21 રન આપી 5 વિકેટ લીધી હતી. તેણે એકલા હાથે ભારતીય ટીમને ધૂળ ચટાડી હતી, તેણે આ સ્પેલમાં 3 વિકેટ મેડન ઓવર નાખી હતી. કોલીન ડી ગ્રેન્ડહોમે 3 વિકેટ, જયારે જેમ્સ નીશમ અને ટોડ એસ્ટલે 1-1 વિકેટ લીધી હતી.