Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs NZ: શ્રેયસ અય્યરે છોડ્યો કેચ, અનુષ્કા શર્મા 'ગુસ્સે' થઈ, પ્રતિક્રિયા થઈ વાયરલ

IND vs NZ
, રવિવાર, 9 માર્ચ 2025 (15:45 IST)
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ 9 માર્ચે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિલ યંગ અને રચિન રવિન્દ્રએ ન્યૂઝીલેન્ડ માટે શાનદાર શરૂઆત અપાવી હતી. જો કે, 8મી ઓવરમાં શ્રેયસ અય્યરે રચિન રવિન્દ્રનો કેચ છોડ્યો, જે પછી સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્માની પ્રતિક્રિયા વાયરલ થઈ.

અય્યરે 7.1 ઓવરમાં કેચ છોડ્યો હતો
રચિન રવિન્દ્ર અને વિલ યંગે ન્યૂઝીલેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. આ ભાગીદારી તોડવા માટે ટીમ ઈન્ડિયાને પ્રથમ વિકેટની જરૂર હતી. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ 8મી ઓવર માટે બોલ વરુણ ચક્રવર્તીને સોંપ્યો હતો. તેણે પોતાના પહેલા જ બોલ પર રચિન રવિન્દ્રને મિડ-વિકેટ તરફ મોટો શોટ મારવા માટે દબાણ કર્યું. બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહેલ શ્રેયસ અય્યર બોલ સુધી પહોંચ્યો હતો.
 
પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો અને કેચ ચૂકી ગયો. આ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્મા ગુસ્સે થઈ ગઈ હતી. તેની પ્રતિક્રિયા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, વરુણે એ જ ઓવરના પાંચમા બોલ પર વિલ યંગને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. યંગ 23 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs NZ, CT 2025 Final - ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ભારતને પડકાર, ન્યૂઝીલેન્ડએ ટોસ જીત્યા, બેટીંગ કરશે