Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs AUS: મોહાલીમાં ટીમ ઈન્ડિયાના આ આંકડા ખૂબ જ ચિંતાજનક, 27 વર્ષથી જીતનો સ્વાદ ચાખવા આતુર

kl rahul
, શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (09:54 IST)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા PCA સ્ટેડિયમમાં રમાશે. ODI ક્રિકેટમાં આ મેદાન પર બંને ટીમો વચ્ચે આ છઠ્ઠી ટક્કર હશે. બંને ટીમો અહીં 1996માં પ્રથમ વખત ટકરાયા હતા. છેલ્લી વખત બંને ટીમો અહીં 10 માર્ચ, 2019ના રોજ સામસામે આવી હતી. હવે લગભગ સાડા ચાર વર્ષ બાદ પંજાબના આ સુંદર સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર સામસામે થવા જઈ રહ્યા છે.
 
27 વર્ષથી જોઈ રહ્યા છે જીતની રાહ 
 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 વર્ષમાં મોહાલીમાં કુલ પાંચ મેચ રમાઈ છે. ભારતીય ટીમે 1996માં અહીં રમાયેલી પ્રથમ મેચ 5 રનથી જીતી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા અહીં ક્યારેય ઓસ્ટ્રેલિયાને હરાવી શકી નથી. એટલે કે ભારત 27 વર્ષથી આ મેદાન પર કાંગારૂ ટીમ સામે જીતની રાહ જોઈ રહ્યું છે. છેલ્લી ચાર મેચમાં ટીમ ઈન્ડિયાને આ મેદાન પર ઓસ્ટ્રેલિયાથી હારનો સામનો કરવો પડ્યો છે. હવે કે.એલ રાહુલની આગેવાની હેઠળની ટીમ આ ક્રમને તોડીને જીતની રાહનો અંત લાવવા માંગે છે.
 
મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI મેચના પરિણામ
 
પ્રથમ મેચ, 3 નવેમ્બર 1996 - ભારત 5 રનથી જીત્યું
બીજી મેચ, 29 ઓક્ટોબર 2006 - ઓસ્ટ્રેલિયા 6 વિકેટથી જીત્યું
ત્રીજી મેચ, 2 નવેમ્બર 2009 - ઓસ્ટ્રેલિયા 24 રનથી જીત્યું
ચોથી મેચ, 19 ઓક્ટોબર 2013- ઓસ્ટ્રેલિયા 4 વિકેટે જીત્યું
પાંચમી મેચ, 10 માર્ચ 2019 – ઓસ્ટ્રેલિયા 4 વિકેટથી જીત્યું
 
શું છે હેડ ટુ હેડ રેકોર્ડ ?
 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 146 ODI મેચ રમાઈ છે. તેમાંથી ભારતીય ટીમે 54 અને ઓસ્ટ્રેલિયાની ટીમે 82 મેચ જીતી છે. અને 10 મેચ અનિર્ણિત રહી હતી. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાનું પલડુ ભાર છે. ઓસ્ટ્રેલિયન ટીમ સાથેની સ્પર્ધા ટીમ ઈન્ડિયા માટે આસાન રહેવાની નથી. ખાસ વાત એ છે કે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ તેમાં જીત મેળવી છે. આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ તે શ્રેણીની બે મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો હતો. આ પહેલા નવેમ્બર 2020માં જ્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતીને શ્રેણી જીતી હતી. આ વખતે પણ શ્રેણીમાં ત્રણ મેચ રમવાની છે. મતલબ  સતત બે વનડે શ્રેણી ગુમાવ્યા બાદ ભારતીય ટીમ રેકોર્ડના મામલે ચોક્કસપણે બેકફૂટ પર છે. આ વખતે ભારત ઓસ્ટ્રેલીયાને હરાવીને જીતનો સ્વાદ જરોર ચાખશે એવી જ આશા સાથે ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડીયા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બીજી વંદે ભારત ટ્રેન ગુજરાતને, 24મીએના રોજ દેશને 9 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ