Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ICC Test Rankings માં અશ્ચિનનો જાદુ, બોલિંગ અને ઓલરાઉંડર રૈકિંગમાં આ નંબર પર પહોચ્યા અશ્ચિન.. જુઓ ટોપ 10

ICC Test Rankings માં અશ્ચિનનો જાદુ, બોલિંગ અને ઓલરાઉંડર રૈકિંગમાં આ નંબર પર પહોચ્યા અશ્ચિન.. જુઓ ટોપ 10
, ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (21:12 IST)
ICC Test Rankings:  ઈજાના કારણે રોહિત શર્મા ટીમની બહાર ચાલી રહ્યો છે(Rohit Sharma) અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની તાજેતરની વિશ્વ રેન્કિંગમાં અનુક્રમે પાંચમા અને નવમા સ્થાને છે. રોહિતના 781 રેટિંગ પોઈન્ટ છે જ્યારે કોહલી 740 પોઈન્ટ સાથે ટોપ 10માં યથાવત છે.. બેટિંગ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો માર્નાશ લાબુશેન ટોપ પર છે. તેને 924 માર્કસ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (881) અને ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ (871) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન (862) ચોથા સ્થાને છે. અન્ય ખેલાડીઓમાં, ઉસ્માન ખ્વાજા, જેણે ચોથી એશિઝ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી, તેણે 26માં સ્થાને પહોંચીને બેટિંગ રેન્કિંગમાં ફરી પ્રવેશ કર્યો. ભારતીય ઓપનર મયંક અગ્રવાલ એક સ્થાન સરકીને 13મા સ્થાને પહોંચી ગયો છે.
 
બોલરોની યાદી (ICC Bowling Test Rankings)માંભારતના અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન 861 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેમના સિવાય અન્ય કોઈ ભારતીય બોલર ટોપ 10માં નથી. ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ ટોપ પર છે. તેમના પછી અશ્વિન અને ન્યુઝીલેન્ડના કાઈલ જેમિસનનો નંબર આવે છે. જેમિસન છઠ્ઠા સ્થાને છે. ફાસ્ટ બોલર ડુઆન ઓલિવિયર બોલરોની યાદીમાં ફરી 22મા ક્રમે આવી ગયો છે, જેમાં લુંગી એનગિડી (ત્રણ સ્થાન ઉપર 27મા) અને માર્કો જેન્સન (43 સ્થાન ઉપરથી 54મા) પણ બઢત બનાવી રહ્યા છે. 
 
ભારત માટે, શાર્દુલ ઠાકુર(Shardul Thakur)આઠ વિકેટની મેચ પછી 10 સ્થાન આગળ વધીને 42માં સ્થાન પર પહોંચી ગયા છે. જેમા પહેલા દાવમાં સાત વિકેટ સામેલ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Corona Update - કોરોના કેસની ઘાતક શરૂઆત, 24 કલાકમાં નોંધાયા 11176 નવા કેસ, 5 ના મોત