Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

INDvSL: 321 રન બનાવીને પણ હારી ટીમ ઈંડિયા, આ રહ્યા હારના 5 મોટા કારણ

INDvSL: 321 રન બનાવીને પણ હારી ટીમ ઈંડિયા, આ રહ્યા હારના 5 મોટા કારણ
, શુક્રવાર, 9 જૂન 2017 (10:54 IST)
ચેમ્પિયંસ ટ્રોફીમાં ગુરૂવારે શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈંડિયાને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈંડિયાએ પહેલા બેટિંગ કરતા 321 રન બનાવ્યા પણ આ ટારગેટને ડિફેંડ ન કરી શકી. ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીએ મેચ પછી કહ્યુ કે અમારી બોલિંગ ખરાબ નહોતી. તો પછી શુ કારણ હતુ કે ટીમ ઈંડિયા આ મેચ બચાવી ન શકી. 
 
ભારતે શિખર ધવનના 125 રન અને રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીની હાફ સેંચુરીના દમ પર છ વિકેટ પર 321 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાઈ ટીમે 48.4 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધુ. શ્રીલંકા તરફથી ઓપનિંગ બેટ્સમેન નિરોશન ડિકબેલાને છોડીને બધા બેટ્સમેનોએ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. 
 
એક નજર નાખીએ એ 5 કારણો જેના કારણે ટીમ ઈંડિયાએ મેચ ગુમાવી 
 
ભારતના હાર્દિક પડ્યા (7 ઓવરમાં 51 રન) અને રવિંન્દ્ર જડેજા (6 ઓવરમાં 52 રન) ખૂબ મોંઘા સાબિત થયા. પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર બોલિંગ કરનારી ટીમ ઈંડિયાના બોલરો આ મેચમાં ઓવરકૉંફિડેંટ જોવા મળ્યા. બોલરોમાં અનુશાસનની કમી સ્પષ્ટ જોવા મળી.  ફ્લેટ પિચ પર બોલરોની મદદ નહોતી મળી રહી. પણ જો અનુશાસનથી બોલિંગ કરવામાં આવે તો શ્રીલંકાઈ બેટ્સમેનો પર અંકુશ લગાવી શકાતો હતો. ફિલ્ડિંગ એકવાર ફરી વિરાટ કોહલી માટે માથાનો દુખાવો રહી. રન પર અંકુશ લગાવવા માટે ફિલ્ડરોએ મહત્વની ભૂમિકા ભજવી. પણ તે આવુ કરવામાં નિષ્ફળ રહ્યો. 
 
 
webdunia

2. ધનુષ્કા ગુણતિલકાએ 72 બોલમાં 76 જ્યારે કે કુશલ મેંડિસે 93 બોલમાં 89 રન બનાવ્યા. બંનેયે 159 રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત આપી. 11 રન પર પ્રથમ વિકેટ પડ્યા પછી આ બંનેની ભાગીદારી મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈટ સાબિત થયો. આ બંનેના રનરેટ બનાવી રાખવા અને ટીમ ઈંડિયાના બોલરો કોઈપણ જાતના દબાણનો સામનો કર્યો. ત્યારબાદ કપ્તાન એંજેલો મૈથ્યૂઝે 44 બોલમાં અણનમ 52, અસેલા ગુણરત્નેએ 21 બોલમાં નોટઆઉટ 34 અને કુશલ પરેરાએ 47 રન બનાવ્યા. 
 
3. ભારતના નિયમિત બોલર જ્યારે ફેલ થતા જોવા મળ્યા તો કપ્તાન કોહલીએ બોલિંગની જવાબદારી ઉઠાવી. આવામાં એ સમજાતુ નથી કે યુવરાજને બોલિંગ કેમ ન આપવામાં આવી.  જ્યારે વિરાટ અને કેદાર જાધવ બોલિંગ કરી શકે છે તો વિકેટની શોધમાં યુવીને અપ્ણ એક ઓવર આપવી જોઈતી હતી. બની શકતુ કે યુવી શ્રીલંકાઈ બોલરોને પરેશાન કરી શકવામાં સફળ રહેતા. 
webdunia

4. ટીમ ઈંડિયાએ આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. ઉમેશ યાદવના સ્થાન પર આ મેચમાં મોહમ્મદ શમીને તક આપવામાં આવી શકતી હતી. આ ઉપરાંત કેદાર જાધવના સ્થાંપર આર અશ્વિનને પણ ટીમમાં સામેલ કરવો એક સમજદારી ભર્યો નિર્ણય હોઈ શકતો હતો. 
 
5.  લંડનના ધ ઓવલમાં મેચ રમાઈ રહી હતી. વિકેટ બિલકુલ ફ્લેટ હતી. આવામાં આ મેદાન પર બીજો દાવ રમનારી ટીમ ફાયદામાં રહેતી. બંને દાવમાં વિકેટમાં કોઈ ફેરફાર થયો નહ્તો અને રનનો ઢગલો થવો પણ નક્કી હતો. આવામાં જે પણ ટીમ બીજા દાવમાં રમતી તેને લક્ષ્ય મેળવવાનો એડવાંટેઝ મળતો. આવામાં 321 રનનુ લક્ષ્ય પણ મેળવી લેવુ મુશ્કેલ નહોતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કઝાકિસ્તાન - PM મોદીએ Pak. પીએમ નવાઝ શરીફના હાલચાલ પૂછ્યા