Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL-9 : ગુજરાત લાયન્સે અંતિમ બોલમાં મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું

IPL-9 :  ગુજરાત લાયન્સે અંતિમ બોલમાં મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું
, રવિવાર, 17 એપ્રિલ 2016 (07:49 IST)
IPL-9ના નવમો મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 144ના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત લાયન્સે અંતિમ બોલ સુધી જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. દિલઘડક મુકાબલમાં અંતિમ બોલમાં ફિંચે બાઉંટ્રી મારીને ગુજરાતની ટીમને જીત અપાવી હતી. ફિંચ નોટ આઉટ 67 રનની મહત્વની પારી રમીને ફિંચની સાથે ભાગીદારી કરી હતી.

IPL-9ના નવમો મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત લાયન્સને જીતવા માટે 144 રનનો લક્ષ્યાંક આપ્યો  હતો. મુંબઈ ઈન્ડિયન્સે પોતાની નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 143 રન બનાવ્યા હતા. આ મેચમાં ધવલ કુલકર્ણી અને પ્રવીણ તામ્બેએ 2-2 વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પાર્થિવ પટેલે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા.

આઈપીએલ-9માં ગુજરાત લાયન્સની ત્રીજી મેચ હતી. જેમાં સતત ત્રીજી મેચમાં ગુજરાતે સફળતા મેળવી હતી. આમ સુરેશ રૈનાની મજબૂત કેપ્ટનશીપ સાબિત થઈ, તો બીજી તરફ આઈપીએલ-9માં સતત ત્રીજી જીતથી હેટ્રિક નોંધાવી છે. ગુજરાતે ટોસ જીત્યા બાદ પહેલા ફિલ્ડિગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં મુંબઈએ 144 રનનો ટાર્ગેટ ગુજરાતને આપ્યો હતો. પરંતુ ગુજરાતે આ ટાર્ગેટ છેલ્લે સુધી અચિવ કરવામાં કોઈ કસર છોડી ન હતી.

Share this Story:

Follow Webdunia gujarati