Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનાં ૧૦ જીલ્લાઓની ટીમો વચ્ચે ખેલાશે ૨૦-૨૦ ક્રિકેટ જંગ

ગુજરાતનાં ૧૦ જીલ્લાઓની ટીમો વચ્ચે ખેલાશે ૨૦-૨૦ ક્રિકેટ જંગ
, મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (12:41 IST)
યુથ પ્લેટફોર્મ ક્લબ દ્વારા યોજાયેલ સૌરાષ્ટ્ર ચેમ્પીયન લીગ સીઝન ૧ તથા સીઝન ૨ ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ગુજરાત કપ ૨૦૧૭ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતનાં ૧૦ જીલ્લાઓની ટીમો વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાશે. જેમાં ગુજરાતનાં મેગા સીટી જેમકે, સુરત,અમદાવાદ, બરોડા, બનાસકાંઠા, ભાવનગર, મોરબી, પોરબંદર, જામનગર, રાજકોટ તથા મહેસાણાનો સમાવેશ કરેલ છે.
 
ગુજરાતના શહેર અને ગામડાઓમાં સચીન ટેન્ડુલકર જેવી ઘણી પ્રતીભાઓ છુપાયેલી છે અને આ પ્રતીભાઓને બહાર લાવવાની જરૂર છે. યુથ પ્લેટફોર્મ ક્લબે આવા પ્રતીભાશાળી ક્રિકેટરોને બહાર લાવવાનું બીડુ જડપ્યુ છે, અને સૌરાષ્ટ્રમાં ૨૦૧૫ અને ૨૦૧૬ માં યુથ પ્લેટફોર્મ ક્લબે આ વાતને સાબીત પણ કરી છે.
 
ટી- ૨૦ ગુજરાત કપમાં જે પ્રતીભાશાળી ખેલાડીઓને ભાગ લેવો હોય તે ખેલાડીઓ માટે ફોર્મ તદ્‌ન ફ્રી રાખવામાં આવેલ છે, કોઈપણ જાતના ખર્ચ ખેલાડીઓએ આપવાનો નથી. જે તે ખર્ચ છે તે યુથ પ્લેટફોર્મ ક્લબ અને ક્લબના ઓનર્સ અને ક્લબના સ્પોન્સર ઉઠાવવાના છે. ક્લબની ટોટલ ૧૦ જીલ્લાની ટીમમાં ૧૦ ઓર્નર છે અને બધા ઓનર્સના નામ ટુંક સમયમાં આપણી સમક્ષ જાહેર કરવામાં આવશે. આ સમગ્ર લીગ ટુર્નામેન્ટને નિહાળવા ક્રિકેટ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવીએ છીએ.
 
ટી-૨૦ ગુજરાત કપમાં અમદાવાદની ટીમના ઓનર્સ હેમલભાઈ રાઠોડ જે અમદાવાદની ટીમ તથા ગુજરાતના પ્લેયરોને સપોર્ટ કરવા માટે ટી-૨૦ ગુજરાત કપ ૨૦૧૭ માં જાડાયેલ છે.
 
ટી-૨૦ ગુજરાત કપ નું ફાઇનલ ૨૩ માર્ચ છે અને ૨૩ માર્ચને આપણે શહીદદીન તરીકે ઉજવવીએ છીએ તો ગુજરાત કપના ફાઇનલમાં આપણે શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં સમગ્ર ગુજરાતની ક્રિકેટ પ્રેમી જનતા કેંડલ લાઇટ્‌સ થી દેશના શહીદ વીરોને શ્રધ્ધાંજલી આપવા હાજર રહેશે, અંદાજે ૨૦,૦૦૦ લોકોની હાજરીની ક્લબને આશા છે.
 
યુથ પ્લેટફોર્મ ક્લબ ગુજરાતના યુવાનોને હંમેશા પ્લેટફોર્મ આપતુ રહ્યું છે, ટી-૨૦ ગુજરાત કપમાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા ઓનલાઇન ફોર્મ ભરી શકશે, ઓનલાઇન ફોર્મ ક્લબની વેબસાઇટ www.youthplatform.in પર ભરી શકાશે. ગુજરાતની ઉચ્ચતર કક્ષાની સીલેક્શન કમીટી દ્વારા ૧૫૦ પ્લેયર સીલેક્ટ કરવામાં આવશે. તેઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી શકશે. ટુર્નામેન્ટ દરમ્યાન ૧૫૦ પ્લેયરને જમવાનું , રહેવાનું , યુનીફોર્મ તથા એક સોર્સ ઓફ ઇન્કમ યુથ પ્લેટફોર્મ ક્લબ તરફથી આપવામાં આવશે, આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ૧૫ થી ૨૦ દિવસનું રહેશે.
 
ટી-૨૦ ગુજરાત કપમાં ઓપનીંગ સેરેમની તથા રોડ-શો નું આયોજન તારીખ ૪ માર્ચ અમદાવાદમાં રાખેલ છે, ઓપનીંગ સેરેમની ૫ માર્ચ રવીવારે રાખેલ છે જેમાં બોલીવુડ સેલેબ્રીટી, બોલીવુડ સીંગર, પ્રોફેશનલ ડાંસ ગ્રુપનું ભવ્ય આયોજન છે. આ સમગ્ર ટુર્નામેન્ટ ગુજરાતમાં જીટીપીએલ ચેનલ દ્વારા ક્રિકેટ પ્રેમી જનતા લાઇવ નીહાળી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડિજિટલ ઇન્ડિયા માટે ભાજપ સરકાર-બેન્કોની સ્ટ્રેટેજી - લોકો નાછુટકે કેશલેસ તરફ વળશે