પૃથ્વી શૉ પર બેન - સરકારે BCCI ને ડોપિંગ પૉલિસી પર ખરી ખોટી સંભળાવી

ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:10 IST)
યુવા બેટ્સમેન પૃથ્વી શૉ ના ડોપ ટેસ્ટમાં ફેલ થવાના થોડાક જ કલાક પહેલા જ સરકારે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને તેના એંટી ડોપિંગ સિસ્ટમ માટે ફટકાર લગાવી હતી.  રમત મંત્રાલય તરફથી બીસીસીઆઈ સીઈઓ રાહુલ જૌહરીને કડક શબ્દોમાં પત્ર લખવામાં આવ્યો હતો. તેમા કહેવામાં આવ્યુ હતુ કે બીસીસીઆઈને એંટી ડોપિંગ પ્રોગ્રામમાં ઘણી ખામિયા છે અને આ હિતોની ટક્કર પણ છે કે બીસીસીઆએ ખુદની ટેસ્ટ લે છે અને ખુદ જ સજા આપે છે. 
 
બીસીસીઆઈ પાસે ડોપ ટેસ્ટનો અધિકાર નથી 
 
ઈંડિયન એક્સ્રપ્રેસની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બીસીસીઆઈને ડોપ ટેસ્ટ કરાવવાનો અધિકાર નથી. તેને ન તો ભારત સરકાર કે ન તો વર્લ્ડ એંટી ડોપિંગ એજ6સીની તરફથી અધિકૃત કરવામાં આવ્યા નતી. રમત મંત્રાલયના 26 જૂનના રોજ લખેલા પત્રના હવાલાથી એક્સપ્રેસે લખ્યુ છે, "વાડાના નિયમોની ધારા 5.2 કહે છે કે ખેલાડીઓના સૈપલ લેવાનો અધિકાર અધિકૃત એંટી ડોપિંગ સંગઠનની પાસે જ હોય છે.  તથ્ય એ છે કે બીસીસીઆઈ ન તો વાડા હેઠળ કોઈ એંટી ડોપિંગ સંગઠન છે અને ન તો તેની પાસે આવી કોઈ તાકત છે. 
 
બીસીસીઆઈના નેશનલ એંટી ડોપિંગ એજંસી સાથે ન જોડાવવાને લઈને પણ વર્ષોથી સરકાર સાથે ટકરાવ ચાલી રહ્યો છે. દેશમાં બાકી રમતના ખેલાડી નાડા હેઠળ આવે છે પણ બીસીસીઆઈ તેના હેઠળ આવવા માંગતુ નથી. 
 
બોર્ડનુ કહેવુ છે કે નાડાની પ્રક્રિયામાં અનેક ઉણપો છે. આ કારણે તે ત્યાના નિયમ માનતુ નથી. સાથે જ બીસીસીઆઈ સરકારી મદદથી ચાલનારી નેશનલ ફેડરેશાન નથી તો આ નાડાના અધિકાર ક્ષેત્રમાં પણ નથી આવતુ. 
 
2018માં 5 ક્રિકેટર ફેલ થયા હતા તેમનુ શુ થયુ 
 
રિપોર્ટ મુજબ રમત મંત્રાલયે પોતાના પત્રમાં આ બધા દાવાને રદ્દ કર્યા છે. તેમની તરફથી કહેવામાં આવ્યુ છે, 'બીસીસીઆઈનો ભારતીય ક્રિકેટને શુદ્ધ અને ડોપિંગથી મુક્ત રાખવા માટે વિસ્તૃત તંત્ર હોવાનો દાવો તથ્ય્યોના અધારિત નથી. 2018માં બીસીસીઆઈએ 215 સૈપલ નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલ્યા હતા. તેમાથી 5 પોઝિટિવ હતા. પણ આ વાતના કોઈ સમાચાર નથી કે આ નમૂના કોણા હતા અને તેનો નિપટારો કેવી રીતે કરવામાં આવ્યો. 
 
શૉ 15 નવેમ્બર સુધી સસ્પેંડ 
 
ઉલ્લેખનીય છે કે મંગળવારે બીસીસીઆઈએ જણાવ્યુ હતુ કે પૃથ્વી શો  ને ડોપ ટેસ્ટમાં ફેલ થતી વખતે 15 નવેમ્બર 2019 સુધી સસ્પેંડ કરવામાં આવે છે. તેમની તરફથી બતાવ્યુ છે કે તેમને ભૂલથી એક જેના પર બૈન છે એ દવા લઈ લીધી જે કફ સીરપમાં સામાન્ય રીતે જોવા મળે છે. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ લોકમાન્ય બાળ ગંગાધર ટિળક સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની