Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉદ્ધવ સરકારે સચિન તેંડુલકરની સુરક્ષા પરત લીધી, આદિત્ય ઠાકરેને Z સુરક્ષા

ઉદ્ધવ સરકારે સચિન તેંડુલકરની સુરક્ષા પરત લીધી, આદિત્ય ઠાકરેને  Z સુરક્ષા
, બુધવાર, 25 ડિસેમ્બર 2019 (16:26 IST)
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહાન ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંદુલકરની સુરક્ષા પરત લઈ લીધી છે. બીજી બાજુ શિવસેના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની સુરક્ષા વધારી દીધી છે. આતિદ્યને અત્યાર સુધી Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી હતી પણ હવે તેમની સુરક્ષા અપગ્રેડ કરી Z કેટેગરીની કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ના હજારેની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.  આદિત્યને અત્યાર સુધી Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી હતી પણ હવે તેની સુરક્ષા અપગ્રેડ કરી Z કેટેગરીની કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ના હજારેની પણ સુરક્ષા વધારવામાં આવી છે.  તેમની સુરક્ષા હવે જેડ કેટેગરીની કરવામાં આવી છે. 
 
આ ફેરફારમાં ખતરાને જોતા 16 લોકોને સુરક્ષા અપાઇ છે. ત્યાં શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની સુરક્ષાને Y+થી વધારીને Z કરાઇ છે. જો કે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની સુરક્ષા X શ્રેણીથી ઓછી કરી દેવામાં આવી છે. હવે તેમની સાથે ચોવીસ કલાક પોલીસકર્મી હશે નહીં પરંતુ એસ્કૉર્ટ રહેશે.
 
ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઇકની સુરક્ષાને Z+થી ઘટાડીને X કરાઇ છે. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમની સુરક્ષાને Z+થી ઘટાડીને Y કરી દેવાઇ છે. આ સિવાય ભાજપ નેતા એકનાથ ખડસેની Y સિક્યોરિટીથી એસ્કોર્ટને હટાવી દેવાઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓને તીડ નિયંત્રણના પાઠ ભણાવવા શિક્ષકોને આદેશ