Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે શ્રીલંકાને તેમના જ દેશમાં 5 વર્ષ પછી હરાવ્યુ, વિરાટની કપ્તાનીમાં પ્રથમ જીત

ભારતે શ્રીલંકાને તેમના જ દેશમાં 5 વર્ષ પછી હરાવ્યુ, વિરાટની કપ્તાનીમાં પ્રથમ જીત
કોલંબો. , સોમવાર, 24 ઑગસ્ટ 2015 (13:02 IST)
ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈંડિયાએ શ્રીલંકાને 278 રનથી હરાવી દીધુ. ભારતીય ટીમે શ્રીલંકાની ધરતી પર 5 વર્ષ પછી અને પી સારા ઓવલ મેદાન પર સતત બીજી જીત મળી છે. ઓગસ્ટ 2010માં ભારતે શ્રીલંકાને આ મેદાન પર 5 વિકેટથી હરાવ્યુ હતુ. આ જીત સથે જ શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ. શ્રેણીની અંતિમ મેચ 28 ઓગસ્ટથી રમાશે. ભારતીય ટીમ જો આ મેચ જીતી જાય છે તો શ્રીલંકામાં તે 22 વર્ષ પછી શ્રેણી પર કબજો જમાવશે. 
webdunia
અશ્વિને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી 
 
413 રનોના ટારગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાઈ ટીમ બીજી ઈનિંગમાં આર. અશ્વિન (5 વિકેટ)ની જાદુઈ બોલિંગની સામે ટકી ન શકી અને છેલ્લા દિવસે લંચ પછી 134 રન પર ઓલ આઉટ થઈ ગઈ. મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં લોકેશ રાહુલ (108)ની શાનદાર સેંચુરીને કારણે 393 રન બનાવ્યા. જ્યારે કે બીજી ઈનિંગમાં અજિંક્ય રહાણે (126)ની સેન્ચુરીને કારણે 8 વિકેટના નુકશાન પર 325 રન બનાવ્યા. બીજી બાજુ શ્રીલંકાઈ ટીમે પ્રથમ ઈનિંગમાં 306 અને બીજી ઈનિંગમાં 134 રન બનાવ્યા. 
webdunia
કુમાર સંગકારા થયા રિટાયર 
 
શ્રીલંકાઈ દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગકારાએ મેચ ખતમ થતાની સાથે જ ટેસ્ત ક્રિકેટને પણ અલવિદા કહી દીધુ. તેમને 134 મેચમાં 12400 રન બનાવ્યા. તેમના નામે 38 સેંચુરી અને 52 હાફ સેંચુરી છે. 319 રન ટેસ્ટ ક્રિકેટમાં તેમનો હાઈએસ્ટ સ્કોર છે.  વર્લ્ડ કપ 2015 પછી તેમણે વનડેમાંથી અને ગયા વર્ષ ટી 20માંથી સંન્યાસ લીધો હતો. 


Share this Story:

Follow Webdunia gujarati