Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ICC Champions Trophy પહેલા India vs Pak. કેપ્ટન વચ્ચે જંગ, સરફરાજ અહમદ આ શુ બોલી ગયા ?

ICC Champions Trophy પહેલા India vs Pak. કેપ્ટન વચ્ચે જંગ, સરફરાજ અહમદ આ શુ બોલી ગયા ?
, શનિવાર, 27 મે 2017 (11:48 IST)
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસે ચેમ્પિયંસ ટ્રોફીનો મુકાબલો ચાર જૂનના રોજ થશે. આ પહેલા બંને ટીમો વચ્ચે જુબાની જંગ શરૂ થઈ ગઈ છે. પહેલા ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ કહ્યુ છે કે તે પાકિસ્તાનની ટીમ સાથે થનારી મેચને ખાસ મહત્વ નથી આપી રહ્યા અને તેને નોર્મલ મેચની જેમ જ લઈશુ.  ઉલ્લેખનીય છે કે બંને ટીમ વચ્ચે રમાનારી મેચ ક્યારેય એક સામાન્ય મેચ નથી હોતી. આ વાત ક્રિકેટ પ્રેમીઓથી લઈને ક્રિકેટર બધા જ જાણે છે.  કોહલીની આ ટિપ્પણે પછી પાકિસ્તાની કપ્તાન સરફરાજ અહમદે પણ શબ્દોની જંગ છેડી દીધી છે.  તેમણે કહ્યુ છે કે જે રીતે પાકિસ્તાનની ટીમ ભારતને આ ટૂર્નામેન્ટમાં પહેલા પણ હરાવતી આવી છે એવી જ રીતે ફરી પણ હરાવશે. 
 
અહમદને વિશ્વાસ છે કે તેમની ટીમ ચેમ્પિયંસ ટ્રોફીમાં 4 જૂનના રોજ થનારી હરીફઈમં ચિર પ્રતિદ્વંદી ભારત વિરુદ્ધ પોતાનો શાનદાર રેકોર્ડ કાયમ રાખશે. આઈસીસી વિશ્વ કપ અને T20 ને છોડી દઈએ તો પાકિસ્તાનનો આ ટૂર્નામેંટમાં ભારત વિરુદ્ધ રેકોર્ડ સારો છે.  પાકિસ્તાને ભારતથી 2 મુકાબલા જીત્યા ચે અને 1માં તેમને હાર મળી છે. 
 
અહમદે ટૂર્નામેંટ પહેલા પ્રેસ કૉંફેસમાં કહ્યુ અમારો રેકોર્ડ ચેમ્પિયંસ ટ્રોફીમાં ભારત વિરુદ્ધ સારો છે. જો કે બીજી ટૂર્નામેંટમાં આવુ નથી. અમે તેમના વિરુદ્ધ આ રેકોર્ડ કાયમ રાખવા માંગીશુ આ એક રોમાચિંત કરનારી મેચ છે. બંને ટીમોના રમત પ્રેમીઓ માટે આ મેચ ભલે ખૂબ મહત્વની હોય પણ્ણ સરફરાજે કહ્યુ તેમની ટીમ એકવારમાં ફક્ત એક જ મેચ પર ધ્યાન આપશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નુકશાન - PF માં થશે કપાત, કર્મચારીઓની બચત પર પડશે માર