Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

India vs Bangladesh T20 - બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું

India vs Bangladesh T20 -  બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું
નવી દિલ્હી: , રવિવાર, 3 નવેમ્બર 2019 (20:53 IST)
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20માં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટ હરાવ્યું છે. ભારતે આપેલા 149 રનના પડકારનો પીછો કરતાં બાંગ્લાદેશે 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બાંગ્લાદેશ માટે વિકેટકીપર મુશફિકર રહીમે સૌથી વધુ નોટઆઉટ 60 રન બનાવ્યા હતા. સૌમ્ય સરકારે 39 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 60 રનની પાર્ટનરશીપ કરી હતી. 
 
ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20માં બાંગ્લાદેશને 149 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે ઓપનર શિખર ધવને સર્વાધિક 41 રન કર્યા હતા. તે સિવાય ઋષભ પંતે 27 રન અને શ્રેયાંસ ઐયરે 12 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી ન શક્યો. બાંગ્લાદેશ માટે અમિનુલ ઇસ્લામ અને એસ ઇસ્લામે 2-2 વિકેટ લીધી હતી. ભારતે 18 ઓવરમાં 118 રન જ કર્યા. જોકે તે પછી વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડ્યાએ અંતિમ 2 ઓવરમાં 30 રન ફટકારીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું. સુંદરે 5 બોલમાં 14 અને પંડ્યાએ 8 બોલમાં 15 રન કર્યા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આરબ દેશોના એક નિર્ણયથી મોરબીમાં હજારોની નોકરી પર જોખમ?