Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AUSvsIND; એડિલેડમાં કાંગારૂઓ પર ભારતની ઐતિહાસિક જીત, 31 રને જીતી મેચ

AUSvsIND;  એડિલેડમાં કાંગારૂઓ પર ભારતની ઐતિહાસિક જીત, 31 રને જીતી મેચ
, સોમવાર, 10 ડિસેમ્બર 2018 (11:29 IST)
એડિલેડમાં ટીમ ઈંડિયાએ કોહલીની કપ્તાનીમાં કાંગારૂઓને ચિત કરી પ્રથમ ટેસ્ટ મેચ 31 રનથી જીતીને પોતાને નામે કરી લીધી છે.  આ જીત સાથે ભારતે ઓસ્ટ્રેલ્યાની ધરતી પર ઈતિહાસ પણ રચ્યો. ઉલ્લેખનીય્ક હ્હે કે આ પ્રથમ તક છે જ્યારે ટેસ્ટ શ્રેણીના પ્રથમ જ મેચમાં ભારતે જીત નોંધાવી. અ અ પહેલા ભારતે ક્યારેય પણ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતી. ભારતે 10 વર્ષ પછી ઑસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે ભારતને 2008માં ઑસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં જીત મળી હતી.

એડિલેડ ઑવલની વાત કરીએ તો અહીં ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે. છેલ્લે ભારતે 2003માં એડિલેડમાં ટેસ્ટ જીતી હતી. દ્રવિડે ભારતને 4 વિકેટે યાદગાર જીત અપાવી હતી. એડિલેડ ઑવલમાં ભારત પોતાની 12મી ટેસ્ટ મેચ રમવા ઉતર્યું હતુ નહોતી. 
 
બીજી ઇનિંગમાં 323 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 291 રને ઓલઆઉટ થઇ ગઇ, આની સાથે જ ભારત સીરીઝમાં 1-0થી આગળ થઇ ગયું છે. છેલ્લી વિકેટ માટે ક્રિઝ પર રમતા નાથન લિયોન અને હેઝલવુડે એકસમય માટે ઓસ્ટ્રેલિયા માટે જીતની આશા જીવંત રાખી હતી, પણ અશ્વિને હેઝલવુડને રાહુલના હાથે ઝીલાવીને હાર આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાઓના પવિત્ર વાળ માત્ર પતિ જોઈ શકે છે