Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Asia Cup Awards: પાકિસ્તાની રહી ગયા ખાલી હાથ.. ટીમ ઈન્ડીયાએ જીત્યાં બધા એવોર્ડ્સ, અભિષેક શર્માને 25 લાખની કાર

abhishek sharma
દુબઈ: , સોમવાર, 29 સપ્ટેમ્બર 2025 (09:17 IST)
ભારતીય ટીમે એશિયા કપ 2025નો ખિતાબ જીતી લીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારતે 5 વિકેટથી ફાઇનલ જીતી હતી. ભારતીય ટીમ 9મી વખત એશિયા કપ ચેમ્પિયન બની છે. આ જીતના હીરો ડાબોડી બેટ્સમેન તિલક વર્મા રહ્યા હતા, તેમણે 53 બોલમાં અણનમ 69 રન બનાવ્યા હતા. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 146 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી હતી.
 
ભારતીય ખેલાડીઓએ જીત્યા બધા એવોર્ડ 
ભારતીય ખેલાડીઓએ એશિયા કપ 2025માં બધા વ્યક્તિગત પુરસ્કારો જીત્યા હતા. પાકિસ્તાનના કોઈ ખેલાડીએ એક પણ પુરસ્કાર જીત્યો ન હતો. શિવમ દુબેને ગેમ ચેન્જર એવોર્ડ મળ્યો. તિલક વર્માને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો એવોર્ડ મળ્યો અને તેમને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યા. કુલદીપ યાદવે એશિયા કપ 2025માં સૌથી વધુ વિકેટ (17) લીધી. કુલદીપને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ મળ્યો. અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો. તેને 25 લાખ રૂપિયાની ટ્રોફી સાથે હવાલ H9 કાર પણ મળી.



એશિયા કપ ફાઇનલ માટે વ્યક્તિગત એવોર્ડ 
 
ગેમ ચેન્જર - શિવમ દુબે - 3,500 ડોલર
સૌથી વધુ સિક્સ - તિલક વર્મા - 3,500 ડોલર
પ્લેયર ઓફ ધ ફાઇનલ - તિલક વર્મા -  5,000  ડોલર
સૌથી મૂલ્યવાન ખેલાડી - કુલદીપ યાદવ - 15,000 ડોલર
પ્લેયર ઓફ ધ સિરીઝ - અભિષેક શર્મા - 15,000 ડોલર

ફાઈનલ મેચમાં શું શું થયું 
147  રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 20  રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી: અભિષેક શર્મા (5), શુભમન ગિલ (12) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (1). ત્યારબાદ તિલક વર્માએ સંજુ સેમસન સાથે ચોથી વિકેટ માટે 57  રન અને શિવમ દુબે સાથે પાંચમી વિકેટ માટે 60  રનની ભાગીદારી કરી, જેનાથી ભારતને 5 વિકેટથી વિજય મળ્યો. અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, પાકિસ્તાને સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાનની જોડી સાથે મજબૂત શરૂઆત કરી. આ જોડીએ 9.4  ઓવરમાં પ્રથમ વિકેટ માટે 84  રન ઉમેર્યા. તેમ છતાં, ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટીમ ઈન્ડિયાએ ટ્રોફી વગર જ એશિયા કપની જીત સેલીબ્રેટ કરી, નકવી અને પાકિસ્તાનનું કર્યું ઘોર અપમાન