Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Asia Cup 2025: ટીમ ઈન્ડિયા સુપર-4 માટે સૌથી પહેલા થઈ ક્વોલિફાય, એક મેચ હજુ બાકી

Asia Cup 2025
, મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025 (09:29 IST)
Asia Cup 2025: અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયા કપ 2025 ની એક મહત્વપૂર્ણ મેચમાં, UAE એ ઓમાનને 42 રને હરાવ્યું. આ પરિણામનો સૌથી મોટો ફાયદો ભારતીય ટીમને મળ્યો, જે એક મેચ બાકી રહીને સુપર-4 માં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
 
અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયા કપ 2025 ની એક મહત્વપૂર્ણ મેચમાં, UAE એ ઓમાનને 42 રને હરાવ્યું. આ પરિણામનો સૌથી મોટો ફાયદો ભારતીય ટીમને મળ્યો, જે એક મેચ બાકી રહીને સુપર-4 માં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
 
ભારતે અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતી છે અને ચાર પોઈન્ટ મેળવ્યા છે અને ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમ ઈન્ડિયા હવે 19 સપ્ટેમ્બરે ઓમાન સામે ટકરાશે. ઓમાનની ટીમ તેની બંને શરૂઆતની મેચ હારી ગઈ છે અને હવે સુપર-4 ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જો ભારત ઓમાન સામે હારી જાય છે, તો પણ તે ટોચના બેમાં રહીને આગામી તબક્કા માટે ક્વોલિફાય થશે
 
UAE હવે તમારી પાસે એક સારી તક
ગ્રુપ A માંથી સુપર-૪ માં જનારી બીજી ટીમ કોણ હશે તે 17 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને યુએઈ વચ્ચેની મેચ દ્વારા નક્કી થશે. બંને ટીમો પાસે હાલમાં બે-બે પોઈન્ટ છે. યુએઈની જીતથી સુપર-4 માં જગ્યા બનાવવાની તેમની આશા જીવંત રહી છે. હવે પાકિસ્તાન સામેની મેચ યુએઈ માટે કરો યા મરોની સ્થિતિ હશે. જો તેઓ જીતી જાય અને ભારતીય ટીમ ઓમાનને હરાવે, તો યુએઈનો સુપર-4 માં પ્રવેશ નિશ્ચિત થઈ જશે.
 
UAE એ ઓમાન એ ચટાવી ધૂળ 
મેચની વાત કરીએ તો, UAE ના કેપ્ટન મુહમ્મદ વસીમ અને ઓપનર અલીશાન શરાફુએ અડધી સદી ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. તેમની ઇનિંગના આધારે, UAE એ નિર્ધારિત ઓવરોમાં 5 વિકેટે 172 રન બનાવ્યા. મુહમ્મદ વસીમે 54 બોલમાં 69 રનની ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તે જ સમયે, અલીશાન શરાફુએ 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી. UAE ના સ્કોરના જવાબમાં, ઓમાનની ટીમ જુનૈદ સિદ્દીકીની ઘાતક બોલિંગ સામે ટકી શકી નહીં અને 18.4 ઓવરમાં 130 રનમાં જ સમેટાઈ ગઈ. સિદ્દીકીએ 23 રનમાં 4 વિકેટ લીધી. હૈદર અલી અને મુહમ્મદ જાવદુલ્લાહે 2-2 વિકેટ લીધી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇન્દોરમાં બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા, 2 ના મોત, CCTV ફૂટેજ સામે આવ્યા