Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

'આલા રે આલા અજિક્ય આલા' રહાણેનુ મુંબઈમાં ઢોલ-નગારા સાથે થયુ સ્વાગત - જુઓ VIDEO

ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ટીમ

આલા રે આલા અજિક્ય આલા
, ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (17:53 IST)
અજિક્ય રહાણેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક જીત નોંધાવનારી ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના સભ્ય ગુરૂવારે સ્વદેશ પરત ફર્યા. રહાણે, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા, ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો મુંબઈ પહોચ્યા. બ્રિસ્બેન ટેસ્ટ નાય ઋષભ પંત સવારે દિલ્હી પહોચ્યા. 
 
કાર્યવાહક કપ્તાન રહાણેના મુંબઈ પરત ફરવા પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.  ક્રિકેટ પ્રશંસક પોતાના નાયકનુ સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણેની ઈતિહાસ રચનારી કપ્તાની હાલ ચર્ચાનો વિષય છે. 
 
ઉલ્લેખનીય છે કે રહાણે ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવીને ગુરૂવારે જયારે કેટલાક અન્ય ખેલાડીઓ સાથે સ્વદેશ પહોચ્યા તો આલા રે આલા અજિક્ય આલા ના સ્વર ગૂંજી ઉઠ્યા. 
 
રહાણે જયારે પોતાના નિવાસ પર પહોચ્યો તો પારંપારિક ઢોલ નગારા વાગી રહ્યા હતા અને લોકો આલા રે આલા અજિંક્ય આલા ગાઈ રહ્યા હતા. જ્યારે તે લાલ કારપેટ પર આગળ વધી રહ્યો હતો તો લોકો તેમના પર પુષ્પવર્ષા કરી રહ્યા હતા. 
 
સોશિયલ મીડિયા પર અજિક્ય રહાણેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રહાણે પોતાની પત્ની રાધિકા અને નાનકડી આર્યા સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પ્રશંસક પોતાના હીરોના ઘરે પહોંચવાનો જશ્ન મનાવતા દેખાય રહ્યા છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપ પ્રમુખ પાટીલનું પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ જાહેર, 13 સભ્યોની ટીમમાં પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી