Publish Date: Wed, 20 Jan 2016 (10:03 IST)
Updated Date: Wed, 20 Jan 2016 (10:09 IST)
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની વનડે શ્રેણીની ચોથી મેચ કૈનબરાના માનુકા ઓવલ મેદાન પર રમવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યુ છે. આ શ્રેણીમાં ટીમ ઈંડિયા પહેલીવાર પ્રથમ બોલિંગ કરવા જઈ રહી છે. પહેલા ત્રણેય વનડે મુકાબલામાં હાર પછી આજે કપ્તાન ધોનીની સેના પોતાની પ્રતિષ્ઠા બચાવવાની જંગ લડી રહી છે. સાથે જ ભારતીય ટીમ રૈકિંગમાં બીજા પગથિયે પર કાયમ રહેવા માટે દરેક રીતે આ મેચ જીતવા ઈચ્છશે. કારણ કે બીજા સ્થાન પર કાયમ રહેવા માટે તેણે ઓછામાં ઓછી એક મેચ જીતવી જરૂરી છે.
મેચની તાજી સ્થિતિ જાણવા માટે સ્કોર કાર્ડ પર ક્લિક કરો
શ્રેણી ગુમાવી ચુકેલ ટીમ ઈંડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે ચોથી વનડે ક્રિકેટ મેચ જીતીને મેજબાનને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પ્રયત્ન કરશે. જોકે તેણે આ માટે પોતાના બોલરોના પ્રદર્શન પર ખૂબ સુધાર કરવો પડશે. પાંચ મેચોની શ્રેણીની અંતિમ બે મેચોમાં ભારત માટે પશ્ન ફક્ત પ્રતિષ્ઠાનો છે. તેને આ નિરાશાજનક પ્રવાસ પર પહેલી જીત નોંધાવવા માટે પોતાના બોલરો પાસે સારા પ્રદર્શનની આશા કરવી પડશે.
ભારતીય બોલરોએ તો પોતાનુ કામ સારી રીતે કર્યુ છે અને મોટો સ્કોર ઉભો કર્યો છે. પણ બોલરોએ નિરાશ કર્યા. ત્રણેય મેચોમાં મોટો સ્કોર રહેવા છતા મહેન્દ્ર સિંહ ધોનીની ટીમને હારનો સામનો કરવો પડ્યો.