Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Omicron in India full list 23 Dec 2021: દેશમા ઓમીક્રોનનો આંકડો 300ના પાર, કર્ણાટકમાં 12 નવા કેસ અને કેરળમાં 5 નવા કેસ

Omicron in India full list 23 Dec 2021: દેશમા ઓમીક્રોનનો આંકડો 300ના પાર, કર્ણાટકમાં 12 નવા કેસ અને કેરળમાં 5 નવા કેસ
નવી દિલ્હી. , ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (18:14 IST)
ભારતમાં કોરોના વાયરસનું ઓમિક્રોન નવા વેરિએંટના મામલા (Omicron variant)નો આંકડો 300 ને પાર પહોંચી ગયો છે. તાજા આંકડાના મુજબ ઓમિક્રોન (Omicron cases in India) દેશના 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયું છે. ગુરુવારે, તમિલનાડુમાં 33 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 નવા કેસ મળી આવ્યા છે. આ સાથે, દેશમાં ઓમિક્રોમ સંક્રમણના કુલ કેસ 325 પર પહોંચી ગયા છે.
 
તમિલનાડુમાં 'ઓમિક્રોન વિસ્ફોટ'
 
તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે રાજ્યમાં 33 નવા ઓમિક્રોન કેસના આગમન સાથે, તેના કુલ કેસ વધીને 34 થઈ ગયા છે. રાજધાની ચેન્નાઈમાં જ ઓમિક્રોનના 26 કેસ સામે આવ્યા છે. મદુરાઈમાં 4, તિરુવન્નામલાઈમાં 2 અને સાલેમમાં 1 કેસ નોંધાયા છે. સુબ્રમણ્યમે કહ્યું કે તાજેતરના ભૂતકાળમાં રાજ્યમાં વિદેશથી આવેલા 104 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.

ભારતમાં ઓમિક્રોનની સ્ટેટ વાઈઝ લિસ્ટ
રાજ્ય
ઓમિક્રોન કેસ
મહારાષ્ટ્ર
65
રાજસ્થાન
22
દિલ્હી
64
ગુજરાત
23
ઉત્તર પ્રદેશ
2
જમ્મુ
3
કેરળ
29
કર્ણાટક
31
તેલંગાણા
38
આંધ્ર પ્રદેશ
1
હરિયાણા
6
ઉત્તરાખંડ
1
ચંડીગઢ
1
પશ્ચિમ બંગાળ
2
તમિલનાડુ
34
ઓડિશા
2
લદ્દાખ
1
કુલ (* 23 ડિસેમ્બર સાંજે 6 વાગ્યા સુધી)
325
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lockdown Return? આ ગામે બતાવી સમજદારી, ઓમિક્રોનના સંકટને જોતા લાગૂ કર્યુ Voluntary લોકડાઉન