Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકડાઉનમાં વધુ છુટછાટ : રાજ્યમાં એક્સપોર્ટ એકમોને છુટ્ટ

લોકડાઉનમાં વધુ છુટછાટ : રાજ્યમાં એક્સપોર્ટ એકમોને છુટ્ટ
, શુક્રવાર, 24 એપ્રિલ 2020 (12:10 IST)
ગુજરાતમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ગુજરાત સરકારે એક્સપોર્ટ કરતા ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી 25 એપ્રિલથી શહેરી વિસ્તારમાં આવેલા એક્સપોર્ટ્સ કરતા ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જોકે આ એકમો ક્નટેન્ટમેન્ટ ઝોનમાં હોવા જોઈએ નહીં તેવી શરત પણ મૂકવામાં આવી છે. પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે સરકાર દ્વારા લીધેલા નિર્ણયો ની માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં 35 હજારથી વધુ ઔદ્યોગિક એકમો શરુ થાય છે ક્યાં છે કારણકે આજે જીઆઈડીસી ની અંદર 50 ટકાથી વધુ પાણીનો વપરાશ શરૂ થયો છે અને ગુજરાતમાં ધીમે ધીમે તમામ ફેકટરીઓ ધમધમી રહી હોવાનો દાવો કર્યો હતો. તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ આજે હાઈપાવર કમિટી માં એવો નિર્ણય કર્યો છે કે એક્સપોર્ટ ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગિક એકમોએ અગાઉથી ઓર્ડર લીધા હોય તે પૂરા કરવા માટે નિયમ અનુસાર તેમને છૂટછાટ આપવામાં આવશે અને આગામી 25 એપ્રિલ થી શહેરી વિસ્તારમાં પણ એક્સપોર્ટ ઉત્પાદન કરતા ઔધોગિક એકમો શરૂ થઈ શકશે પરંતુ આ એકમો જાહેર કરેલા ક્ધટેન્ટ મેન્ટ જન બહાર હોવા ફરજીયાત રહેશે અને એકમ શરૂ કરવાની મંજુરી જિલ્લા કલેકટર પાસેથી લેવાની રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ નોંધાયેલા 66 લાખ પરિવારોને આગામી 25 એપ્રિલ થી વ્યક્તિદીઠ 3.50 કી. ઘઉં અને 1.50 કી ચોખા આપવાનો નિર્ણય કરે છે.  સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે ધીમે ધીમે જનજીવન પૂર્વવત કરવા માટે શહેરી વિસ્તારોમાં પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન મોટર મિકેનિકલ સુથાર અને એસી રીપેરીંગ ની કામગીરી ઝડપથી શરૂ કરવા માટે તમામ કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે અને રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ પગલાં લઇને જનજીવન સામાન્ય કરવા પ્રયત્ન કરવામાં આવતો હોવાનો સ્વીકાર અશ્વિનીકુમારે કર્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનો કોટ વિસ્તાર આજથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉન છતાં લોકો બહાર નિકળ્યાં