Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાના ભયથી મુક્ત થયુ ઈઝરાયેલ, લોકોને ચેહરા પરથી માસ્ક હટાવવાનો આદેશ, જાણો કેવી રીતે આ શક્ય બન્યુ ?

કોરોનાના ભયથી મુક્ત થયુ ઈઝરાયેલ, લોકોને ચેહરા પરથી માસ્ક હટાવવાનો આદેશ, જાણો કેવી રીતે આ શક્ય બન્યુ ?
, મંગળવાર, 20 એપ્રિલ 2021 (19:25 IST)
2019ના અંતમાં ચીનમાંથી નીકળે કોરોના વાયરસે આખી દુનિયામાં લાખો લોકોની જીંદગી છીનવી, કરોડો લોકો સંક્રમણ સામે લડ્યા તો તમામ દેશોને આર્થિક બરબાદીનો સામનો કરવો પડ્યો. આ બધા ઉપરાંત લોકો ઘરમાંથી નીકળતા પહેલા માસ્ક પહેરવા મજબૂર થઈ ગયા. આ દરમિયાન ઈઝરાયેલથી આવેલ તસ્વીરોએ આશા બતાવી છેકે એકવાર ફરી લોકો ઘરેથી ચેહરા પર માસ્ક નહી સ્માઈલ લઈને નીકળશે. ઉલ્લેખનીય છે કે 81 ટકા લોકોએ ટીકાકરણ પછી ઈઝરાયેલે માસ્ક પહેરીને નીકળવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે.  ત્યારબાદ મોટાભાગના લોકોએ ચેહરા પરથી માસ્ક ઉતારી ફેંક્યુ છે. માસ્ક હટાવવાના આદેશ આપનારા ઈઝરાયેલ શક્યત: દુનિયાનો પ્રથમ દેશ છે. 
 
ઈઝરાયેલમાં 16 વર્ષથી અધિકા વયના 81 ટકા નાગરિકો અને રહેવાસીઓને કોરોનાના બંને ટીકા લાગી ચુક્યા છે. ત્યારબાદ અહી કોરોના સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવ્યો છે. જો કે વિદેશીઓની એંટ્રી અને રસી લગાવ્યા વગરના ઈઝરાયેલી લોકોનો પ્રવેશ સીમિત છે અને તેમના આવતાજ ક્વારંટાઈન કરવામાં આવી રહ્યા છે. આવુ કોરોનાના બદલતા રૂપથી ઉભી થનારા પડકારને લઈને કરવામાં આવી રહ્યુ છે. 

 
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે તેણે દેશમાં નવા ભારતીય વેરિએંટના સાત કેસની જાણકારી મેળવી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પત્રકારો સાથે વાત કરતા કહ્યુ, "કોરોના વાયરસથી જીતનારા મામલે આપણ હાલ દુનિયાની આગેવાની કરી રહ્યા છે. જો કે તેમણે કહ્યુ કે કોરોના વિરુદ્ધ લડાઈ ખતમ થઈ નથી. આ પરત પણ આવી શકે છે. 
 
એક વર્ષ પહેલા ઘરમાંથી બહાર નીકળવા પર માસ્ક જરૂરી કર્યો હતો. પણ હવે આ આદેશને પરત લેવામાં આવ્યો છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે ઈંડોર પબ્લિક સ્પેસમાં માસ્ક પણ પહેરવો પડશે સાથે જ લોકોને કહ્યુ કે માસ્કને તમારી સાથે રાખો. ઈઝરાયેલના સૌથી મોટા છાપા ઈઝરાયેલ હાયોમ એ કવર હેડલાઈન લીધી છે. આઝાદીથી શ્વાસ લઈ રહ્યા છીએ. 
 
1 કરોડથી ઓછી વસ્તીવાળા દેશ ઈઝરાયેલમાં અત્યાર સુધી કુલ 837,160 લોકો કોરોનાથી સંક્રમિત થયા તો 6,338 લોકોના મોત થયા. છેલ્લા 24 કલાકમાં અહી માત્ર 113 કેસ આવ્યા છે. કુલ 828,552 લોકો રિકવર થઈ ચુક્યા છે. જો કે એક્ટિવ કેસ માત્ર 2270 છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશ્નરે મોડી રાત્રે કોરોના વોર્ડમાં જઈને દર્દીઓની મુલાકાત લીધી