જોહાનસબર્ગ દક્ષિણ અફ્રીકાના ચિકિત્સકોનો કહેવુ છે કે કોરોના વાયરસના ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ તીવ્રતાથી વધી રહ્યા છે તેમાંથી વધારેપણુ લક્ષણ હળવા છે.
દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇને દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયો છે પરંતુ, ખરેખર તો જેટલા પ્રમાણમાં નવા વેરિયન્ટને લઇને ભય ફેલાયો છે તેટલો ઘાતક પણ તે હજુ સાબિત નથી થયો. આંકડાઓ પણ આ વાતની પુષ્ટિ કરે છે.
આફ્રિકન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટ અહીંયા લગભગ બે મહિનાથી છે એટલું જ નહીં તે 45 વખત તેનું સ્વરૂપ બદલી ચૂક્યો છે. આમ છતાં મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વળી ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ પણ ગંભીર રીતે બીમાર થયા નથી. તેમના લક્ષણો પણ ખૂબ જ હળવા હોય છે.
દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ કરનારા ડો. એન્જેલીકે કોએટ્ઝીના કહેવા પ્રમાણે આના લક્ષણો સૌથી પહેલા એક 30 વર્ષની વ્યક્તિમાં જોવા મળ્યા હતા. તેને ખૂબ થાક અનુભવાઈ રહ્યો હતો તેમજ હળવા માથાના દુખાવા સાથે આખા શરીરમાં દુ:ખાવો થઈ રહ્યો હતો. તેના ગળામાં છાલા પડી ગયા હતા. તેને ઉધરસ પણ ન હતી અને સ્વાદ કે સુગંધની ક્ષમતા પણ ઓછી નહોતી થઈ. ડો. કોએટ્ઝીએ જણાવ્યું કે, તેમના ક્લિનિકમાં 7 એવા દર્દીઓ આવ્યા હતા કે જેમાં ડેલ્ટા વેરિયન્ટથી અલગ લક્ષણો હતા અને તે ખૂબ જ સામાન્ય હતા.