Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફૈજલ ત્રીજીવાર ડોનેટ કરશે પ્લાઝ્મા, અત્યાર સુધી 46 લોકો કરી ચૂક્યા છે દાન

ફૈજલ ત્રીજીવાર ડોનેટ કરશે પ્લાઝ્મા, અત્યાર સુધી 46 લોકો કરી ચૂક્યા છે દાન
, શુક્રવાર, 17 જુલાઈ 2020 (10:56 IST)
કોરોનાના ગંભીર દર્દીઓ માટે પ્લાઝ્મા થેરેપી દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. કોરોના વાયરસથી સાજા થઇ ચૂકેલા લોકો બીજી દર્દીઓનો જીવ બચાવવા માટે આગળ આવી રહ્યા છે. તેમાં ફૈજલ ચુનારાનું નામ સામેલ છે. ફૈજલ સિવિલ હોસ્પિટલમાં બે વાર પ્લાઝ્મા દાન કરી ચૂક્યો છે. તેમણે 15 દિવસમાં ત્રીજીવાર પ્લાઝમા દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેના માટે તેમણે સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. 
 
સુરતમાં અત્યાર સુધી 46 લોકો પ્લાઝ્મા દાન કરી ચૂક્યા છે. તેમાં ન્યૂ સિવિલમાં 25 અને સ્મીમેર હોસ્પિટલમાં 21 પ્લાઝ્મા ડોનેટ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો શ્વેતા રાજકુમારે પણ પ્લાઝ્મા દાન કર્યા છે. અત્યારે પણ મોટી સંખ્યામાં કોરોનાથી મુક્ત થઇ ચૂકેલા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોને પ્લાઝ્મા બેંકમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. વહિવટીતંત્રએ પણ તમામ દાતાઓને સિવિલ-સ્મીમેર હોસ્પિટલ પ્લાઝ્મા દાનના માધ્યમથી કોરોના વિરૂદ્ધ લડાઇમાં લાગ લેવામાં શુભેચ્છા પાઠવી છે. અત્યાર સુધી બે વાર પ્લાઝ્મા દાન કરી ચૂકેલા ફૈજલ ચુનારાનું કહેવું છે કે હવે મારા શરીરમાં કોરોનાને હરાવવાની તાકાત વિકસિત થઇ ચૂકી છે, જેથી પ્લાઝ્માના રૂપમાં દાન કરી રહ્યો છું.  
 
કોરોનાથી સાજા થયા બાદ 28 દિવસ પછી દાન કરી શકો છો પ્લાઝ્મા
કોરોનાથી સાજા થઇ ચૂકેલો એક સ્વસ્થ્ય વ્યક્તિ 28 દિવસ બાદ અન્ય પોતાના પ્લાઝ્મા દાન કરી શકે છે. 18 અને 60 વર્ષની વચ્ચે, જેનું વજન 55 કિલો અથવા તેનાથી વધુ છે. એવા લોકો જેમણે તાજેતરમાં જ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ 28 દિવસની અંદર સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. જેમને ડાયાબિટીસ, હદયરોગ અથવા અન્ય ગંભીર બિમારીઓ નથી, તે પ્લાઝ્મા દાન કરી શકે છે. 
 
રક્તદાનની માફક હોય છે પ્લાઝમા દાન
પ્લાઝ્મા દાન રક્તદાનની માફક જ હોય છે. એક ડિસ્પોજેબલ સ્ટેરાઇટ કિટનો ઉપયોગ કરીને એફેરિસિસ મશીન વડે પ્લાઝ્મા જાય છે. મશીનમાં લોહીની કોશિકાઓને તરલ ભાગથી અલગ કરવામાં આવે છે અને પછી પરત દાતાના શરીરમાં નાખવામાં આવે છે. આ પ્રકારે એકવારમાં 500 મિલી પ્લાઝ્મા લેવામાં આવે છે. પ્રક્રિયા સરળ અને સુરક્ષિત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Corona Update : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 919 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 45 હજારને પાર