Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી-અમદાવાદ રાજધાનીમાં 20 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા

દિલ્હી-અમદાવાદ રાજધાનીમાં 20 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા
, સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (16:09 IST)
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોનાવાયરસ પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર 20 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહ્નો જોવા મળ્યાં નથી. ટ્રેનમાં સવાર 18 મુસાફરો એસિમ્પટમેટિક હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ 20 મુસાફરોમાંથી, 2 ની ઉમર 70 વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઇફ કેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.   બસ ડેપો અને રેલ્વે સ્ટેશન પર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ મુસાફરો એક જ કોચના હોવાનું પણ જાણવા મળ્યું છે. દેશમાં હાલમાં અનલૉક 4.0 અંતર્ગત રાજધાની સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેવામાં આ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવતા તેમને કોરોના પોઝિટિવ જણાઈ આવ્યો છે. સમાચાર મળતાની સાથે તંત્ર દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજધાનીના 20માંથી 18 પેસેન્જરો એ સિમ્પ્ટોમેટિક હોવાથી તેમને સમરસ હૉસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંદિપસિંહ સાથે ગુજરાત સરકારે રૂા.177 કરોડના MOU કેમ કર્યાં ?