Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona update Gujarat - ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 875 નવા કેસ, આંકડો 40 હજારને પાર

Corona update Gujarat - ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 875 નવા કેસ, આંકડો 40 હજારને પાર
, શનિવાર, 11 જુલાઈ 2020 (08:52 IST)
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 875 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 14 દર્દીઓના મોત છે. આજે 441 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 40,115 પહોંચ્યો છે અને અત્યાર સુધી 2024 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 28183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
 
પાછલા 24 કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 269 સંક્રમિતો નોંધાયા. અમદાવાદમાં 165, વડોદરામાં 69 અને રાજકોટમાં 39 સંક્રમિતો નોંધાયા છે. આમ 875 કેસો પૈકી 542 કેસો મોટાં શહેરોમાં છે અને એ રીતે શહેરોની બહાર કેસોની સંખ્યા 333 થઈ છે.
 
રાજ્યસરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં 5, સુરત જિલ્લામાં 4 મૃત્યુ નોંધાયા. જ્યારે ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, મહેસાણા અને અરવલ્લીમાં પણ 1-1 સંક્રમિતનું મૃત્યુ થયું.
 
સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે આ સાથે રાજ્યમાં સંક્રમિતની કુલ સંખ્યા 40,155 થઈ ગઈ છે. રાજ્યમાં હાલ ઍક્ટિવ કેસ 9948 છે.
 
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન -3, અરવલ્લી-1, ગાંધીનગર-1, જામનગર-1, જુનાગઢ કોર્પોરેશન -1, મહેસાણા-1, સુરત -1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28183 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9948 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેલ્ટીલેટર પર છે અને 9880 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,49,349 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોલ્ડન માસ્ક બાદ માર્કેટમાં આવી ગયા ડાયમંડ માસ્ક, કિંમત જાણીને ઉડી જશે હોંશ