Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના 4 મહાનગરો બુધવાર સુધી લોકડાઉંન

ગુજરાતના 4 મહાનગરો બુધવાર સુધી લોકડાઉંન
, રવિવાર, 22 માર્ચ 2020 (07:08 IST)
ગુજરાતમાં એક બાદ એક કોરોના પોઝિટિવનાં કેસો સામે આવતાં સરકાર દ્વારા ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોને 25 માર્ચ સુધી સંપુર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં  લેવામાં આવ્યો હતો.
- -ગુજરાતમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાતમાં 14 કેસ પોઝિટિવ સામે આવ્યા છે જેને લઈને સરકાર સહિતના અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. 
- આજે ગુજરાત સરકાર મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે આગામી 25 તારીખ સુધી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા લોકડાઉનનો સરકારે નિર્ણય કર્યો છે.
-  22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જનતા કરફ્યુ’ની અપીલ કરી હતી. જોકે એક દિવસ પહેલાં જ લોકોએ ‘જનતા કરફ્યુ’ને સમર્થન આપ્યું હતું.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને રવિવારે ૧૪ કલાકનો જનતા કરફ્યૂ પાળી કોરોના વાઇરસની પ્રસારની ચેઇન તોડી નાખવા આહ્વાન કર્યું હતું. 
- વડા પ્રધાન મોદીએ રવિવારે સાંજે પાંચ કલાકે નાગરિકોને તેમના મકાનોની અગાશી, દરવાજા અને બારીઓમાં એકઠાં થઈ તાળી, થાળી અને ઘંટડી વગાડી કોરોના વાઇરસ સામેની લડાઈમાં અગ્રિમ મોેરચે લડી રહેલા તમામ લોકોનો આભાર માનવા જણાવ્યું હતું. આ માટે તેમણે સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓને રવિવારે સવારે પાંચ વાગે સાઇરન વગાડવા અપીલ કરી હતી.
- અમદાવાદ-સુરત-વડોદરા અને રાજકોટ બુધવાર સુધી લોકડાઉંન 
- કોરોના ના મુકાબલા માટે સરકાર સજ્જ 
- ગુજરાતના 4 મહાનગરો બુધવાર સુધી સંપૂર્ણ બંધ રહેશે 
-  તમામ દુકાનો  બંધ રહેશે : શાકભાજી,પ્રોવિઝન,દવાની દુકાનો હોસ્પિટલને મુક્તિ 
-   સરકારી કર્મચારીઓ  50 ટકા ઘરે  રહેશે 
- કોરોના ગુજરાતમાં પ્રસરે નહીં તે માટે અસરકારક 
- પ્રજા હિતમાં પગલાં લેતા વિજયભાઈ રૂપાણી 
-  અમદાવાદમાં ૧ર૦૦ બેડની  સિવીલ હોસ્પિટલ 
- રાજકોટમાં રપ૦ બેડ - વડોદરામાં રપ૦ બેડ તથા સુરતમાં પ૦૦ બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરિતએ કાર્યરત 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં અધધધ...લોકો વિદેશથી આવ્યા, સરકારે વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા લોકોની યાદી મોકલી