Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેતી જજો ગુજરાતીઓ!!! એક જ દિવસમાં ડબલ થઇ ગયા કોરોના કેસ, જાણો ક્યાં કેટલા નોધાયા કેસ

ચેતી જજો ગુજરાતીઓ!!! એક જ દિવસમાં ડબલ થઇ ગયા કોરોના કેસ, જાણો ક્યાં કેટલા નોધાયા કેસ
, મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (20:42 IST)
ગુજરાતમાં કોરોનાના આંકડાઓ રોજે રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં 394 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 59 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
 
જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ગગડીને 98.61 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,20,086 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1420 એક્ટિવ કેસ છે. જે પૈકી 16 નાગરિકો વેન્ટિલેટર પર છે. 1404 સ્ટેબલ છે. 8,18,422 ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
 
અત્યાર સુધીમાં કુલ 10115 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે ખેડામાં એક દર્દીનું મોત થયું છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 178, રાજકોટ કોર્પોરેશન 35, સુરત કોર્પોરેશન 52, વડોદરા કોર્પોરેશન 34, ગાંધીનગર કોર્પોરેશન 3,આણંદમાં 12, નવસારી 10, સુરત 9, જામનનગર કોર્પોરેશનમાં 7, ખેડા-વલસાડ 7-7, કચ્છ 5, અમદાવાદ 4, ભરૂચ 3, દેવભૂમિ દ્રારકા 2, જુનાગઢ કોર્પોરેશન 2, મહિસાગર-મોરબી -2-2, ભાવનગર કોપોર્રેશન 1, ગીરસોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, તાપી 1, અને વડોદરા 1 કેસ નોંધાયા છે.
 
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને પ્રથમ, 1090 ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના 6618 નાગરિકોને રસીનો પ્રથમ અને 52328 નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી 23572 ને પ્રથમ 138469નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં 2,22,086રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,88,20,452 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના સાત દર્દીઓ આવ્યાં, તમામનો RTPCR રીપોર્ટ પોઝિટિવ આવ્યો