Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાએ શિખવ્યા અનેક સબક, ક્યાંક માનવતા મહેકી તો યાદગાર અને કરૂણ ઘટના સર્જાઇ

કોરોનાએ શિખવ્યા અનેક સબક, ક્યાંક માનવતા મહેકી તો યાદગાર અને કરૂણ ઘટના સર્જાઇ
, મંગળવાર, 5 મે 2020 (18:53 IST)
કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે. ત્યારે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને લઇને દેશભરમાં લોકડાઉન લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સતત કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં છેલ્લા બે દિવસમાં દર્દીનો વિસ્ફોટ થયો હોય તેવું જાહેર થયેલા આંકડા પરથી લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં કરોના પોઝિટિવ આવેલા તમામ દર્દીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. 
 
કોરોના કેસ મામલે સુરત રાજ્યમાં બીજા ક્રમે છે. ત્યારે સોમવારે રાજ્યમાં કુલ 376 નવા કેસ નોંધાયા હતા. જેમાં સુરતમાંથી 20 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કેસનો આંકડો 706 પર પહોંચી ગયો છે. 
 
જો કે, સુરતવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કે, એક જ દિવસમાં 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં સુરતમાંથી કુલ 206 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સુરતનો ડિસ્ચાર્જ રેટ 37 ટકા પર પહોંચ્યો છે. તો આસાથે ડબલિંગ રેટ પણ 12થી વધીને 14 દિવસનો થયો છે.
 
દર્દીઓ માટે ધારાસભ્યએ 5 સ્ટાર હોટલમાંથી કરી જમવાની વ્યવસ્થા
કોરોના પોઝિટિવ દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 સ્ટાર હોટલમાંથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની સારવાર માટે એડમિટ થયેલા દર્દી દ્વારા તેમને યોગ્ય જમવાનું આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થતાં તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ મજૂરાનાં ધારાસભ્યએ દર્દીઓનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે હવે ફાઈવ સ્ટાર હોટલ મેરિયટ દ્વારા દર્દીઓને ભોજન પહોંચાડવાની જવાબદારી ઉપાડવામાં આવી છે.
 
યુપી, બિહાર અને ઝારખંડના 6000 કામદારોએ વાહનોની તોડફોડ કરી
લોક્ડાઉનના પગલે ઉદ્યોગ-ધંધા બંધ થઇ જવાથી બેરોજગાર થઇ જતા વતન જવા માટે ફાંફા મારી રહેલા પરપ્રાંતિય કામદારોમાં ભડકી રહેલા રોષ વચ્ચે આજે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં યુપી, બિહાર સહિતના રાજયના કામદારોનું અંદાજે 5થી 6000 કારીગરોનું ટોળુ રસ્તા પર ઉતરી આવ્યું હતું. જો કે ઘટનાની જાણ થતા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને કામદારોને વતન સહીસલામત પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સંયમ રાખો એમ કહી મામલો થાળે પાડયો હતો.
webdunia
webdunia
ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે પણ ચાર ટ્રેન દોડાવવાનું આયોજન
સુરત શહેરમાંથી શરૂ થયેલી શ્રમિક સુપરફાસ્ટ ટ્રેનમાં ઓડિશાના 3500 શ્રમિકોને લઇને ત્રણ ટ્રેનો રવાના થઇ ગયા બાદ મોડી રાત્રે બિહાર અને ઝારખંડ રવાના થશે. ટ્રેન દ્વારા શ્રમિકોને મોકલવામાં સફળતા મળતા જ મંગળવારે ઉતરપ્રદેશના 4800 શ્રમિકોને લઇને મધરાતથી સવાર સુધીમાં ઉતરપ્રદેશની ચાર ટ્રેનો દોડાવવાનું આયોજન થઇ ગયું છે.
 
સુરતથી સાઈકલ પર ઉત્તર પ્રદેશ જતાં મજૂરનું મોત
આમ તો સરકારે શ્રમિકો માટે ટ્રેન અને બસની સુવિધા કરી છે, પરંતુ ઘણા એવા લોકો છે કે જેમની પાસે ખાવાના પણ પૈસા નથી. તો ટિકીટના પૈસા ક્યાંથી હોવાના. એવામાં સુરતથી સાયકલ લઈને વતન જતા એક શ્રમિકનું કરુણ મોત નિપજ્યું છે. કરજણ નેશનલ હાઈવે 48 પર UPના શ્રમિકનું મોત થતા હાહાકાર મચી ગયો છે.
 
લોકડાઉન વચ્ચે સુરતમાં અનોખા લગ્ન
 
દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના માહોલમાં લગ્ન શક્ય નથી. પરંતુ સુરતના ડિંડોલી વિસ્તારમાં અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં માત્ર 10 લોકો જ હાજર રહ્યા હતા. 5 લોકો વર પક્ષના અને 5 લોકો કન્યા પક્ષના રહ્યા હતા. બંને પક્ષના માણસોએ સંપૂર્ણ સુરક્ષા સાથે મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ, સેનિટાઈઝનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. વર અને વધુ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. 
 
કોરોનાની માહમારીએ માનવજાતને ઘણા અવનવા અને સારા નસરા અનુભવો કરાવ્યા છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં અનેક એવા યાદગાર અને કરૂણ પ્રસંગો સાંભળવા મળ્યા છે અથવા તો અનુભવ કર્યો છે. આ પ્રસંગો આવનાર પેઢીને માત્ર શબ્દોના માધ્યમથી સાંભળવા મળશે. આ મહામારીના સમયે લોકોએ છૂટા હાથે દાન કર્યું તો ક્યાંક ગરીબને ભોજન પુરૂ પાડી માનવતા ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ બીજી તરફ કેટલાક વેપારીઓએ જીવન જરૂરિયાતની વસ્તુઓ બમણા ભાવે વેચીને ઉઘાડી લૂંટ ચલાવી છે. માસ્ક અને સેનિટાઇઝરની કાળાબજારી અને ઉઘાડી લૂંટને રોકવા માટે સરકારે નિયત ભાવ નક્કી કરવા પડ્યા હતા. બસ અંતે એટલું જ કહીશું કે તમામ પરિસ્થિતિઓ વચ્ચે આપણે જીવતા શિખી ગયા છીએ. લોકડાઉનના નિયમોનું પાલન કરો અને જરૂરી કામ સિવાય ઘરની બહાર નિકળશો. ઘરે રહો સુરક્ષિત રહો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલી જિલ્લામાં એકપણ કેસ નહીં