Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે કોરોનાનો ઈલાજ લીમડાથી થશે ? ભારતમાં શરૂ થવા જઈ રહ્યુ છે માનવ પરીક્ષણ

હવે કોરોનાનો ઈલાજ લીમડાથી થશે ?  ભારતમાં શરૂ થવા જઈ રહ્યુ છે માનવ પરીક્ષણ
, ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (10:05 IST)
કોરોનાની કાટ શોધવા માટે ડોકટરો અને રિસર્ચરોની ટીમો રાત-દિવસ કામ કરી રહી છે. આ પ્રક્રિયામાં આયુર્વેદનો પણ સતત ઉપયોગ પણ થાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (એઆઈઆઈએ) એ નિસર્ગ  હર્બ્સ નામની કંપની સાથે સમજુતી કરી છે. આ બંને સંસ્થાઓ કસોટી કરશે કે કોરોના સામે લડવામાં લીમડો કેટલો અસરકારક છે. આ પરીક્ષણ પછી ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે
 
AIIA ના ડિરેક્ટર ડો.તનુજા નેસારી આ સંશોધનનો મુખ્ય ટેસ્ટર રહેશે. તેમની સાથે ESIC હોસ્પિટલના ડીન ડો.અસિમ સેન પણ રહેશે. આ ટીમમાં AIIA અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે.
 
 250 લોકો લીમડાની ટેબલેટ દ્વારા પરિક્ષણ થશે 
 
આ ટીમ 250 લોકો પર આ વાતનુ પરિક્ષણ કરશે કે લીમડાના તત્વો કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેટલા કારગર છે. આ સંશોધનમાં મુખ્યત્વે એ જાણવામાં આવશે કે લીમડાની કૈપ્સૂલ કોરોના દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોને આ બીમારીથી દૂર રાખવામાં કેટલી અસરકારક છે
 
2 મહિનાથી વધુ ચાલશે આ પ્રક્રિયા
 
આ પરીક્ષણ માટે જે લોકો પર કૈપ્સૂલનુ પરીક્ષણ કરવામાં આવશે  તેની પસંદગી શરૂ થઈ ચુકી છે. કેપ્સ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે તે લોકોની પસંદગી શરૂ થઈ ગઈ છે. જ્યારે કે 125 લોકોને ફક્ત કૈપ્સૂલ ખાવા માટે આપવામાં આવશે. આ પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ 28 દિવસ સુધી રોગીઓનુ નિરીક્ષણ કરવામાં આવશે અને દવાઓની અસરને સમજવામાં આવશે. 
 
લીમડાની ગુણકારી તાકત પર વિશ્વાસ 
 
નિસર્ગ બાયોટેકના સ્થાપક અને સીઈઓ ગિરીશ સોમને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમની દવા કોરોનાની રોકથામમાં અસરકારક એંટીવાયરલ દવા સાબિત થશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coronavirus: કોરોનામાં ભારતીય પ્રતિરક્ષા(immunity) કેમ ઝડપથી વધી રહી છે? કારણ ખૂબ જ આશ્ચર્યજનક છે