નવી દિલ્લી. , ગુરુવાર, 14 ઑક્ટોબર 2010 (12:23 IST)
W.D
ભારતીય બેડમિંટન સનસની સાઈના નેહવાલ ગઈકાલે જ્યારે મહિકા એકલના ફાઈનલમાં મલેશિયાની મ્યુ ચૂ વોગ વિરુદ્ધ ઉતરશે તો તેનો ઈરાદો કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારી પ્રથમ મહિલા બેડમિંટન ખેલાડી બનવાનો રહેશે.
સાઈના સારા ફોર્મમાં રમી રહી છે અને તેને આ વર્ષે ઈંડિયન ઓપન, સિગાપુર સુપર સીરિઝ અને ઈંડોનેશિયા સુપર સીરિઝના રૂપમાં સતત ત્રણ ખિતાબ જીત્યા હતા જેનાથી તે દુનિયાની બીજા નંબરની ખેલાડી બની હતે.
હાલ વિશ્વ રેકિંગમાં ત્રીજા સ્થાન પર રમી રહેલ સાઈના અત્યાર સુધી ટૂર્નામેંટમાં અજેય રહી છે અને મિશ્રિત ટીમ સ્પર્ઘાની પણ તેણે બધી મેચ જીતી.
વીસ વર્ષીય સાઈનાનો દાવો મ્યુના વિરુદ્ધ મજબૂત જોવા મળી રહ્યો છે, કારણ કે ભારતની ટોચને ખેલાડે મલેશિયાઈ ખેલાડીને મિશ્રિત ટીમ સ્પર્ઘા દરમિયાન હરાવી ચુકી છે. મ્યૂએ જો કે સાઈનાને સરી ટક્કર આપી હતી અને આ મુકબલો ત્રણ સેટ ચાલ્યો.
સ્કાટલેંડની સુસાન ઈગલસ્ટફને હરાવીને ફાઈનલમાં પહોંચેલ સાઈનાએ ખિતાબી શ્રેણી વિશે કહ્યુ - 'તે ((મ્યુ) સારી ખેલાડી છે. ફાઈનલ ખૂબ જ સંઘર્ષભર્યુ થશે. બંને ખેલાડીઓ પાસે 50-50 ટકા તક છે.'