Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત પર બીજા નંબર પર કાયમ રહેવાનો દબાવ

ભારત પર બીજા નંબર પર કાયમ રહેવાનો દબાવ
નવી દિલ્લી. , શનિવાર, 9 ઑક્ટોબર 2010 (09:51 IST)
દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનુ શાનદાર પ્રદર્શન ચાલુ છે અને તેઓ પ્રથમ દિવસથી જ ઓસ્ટ્રેલિયા પછી પદક તાલિકામાં બીજા નંબર પર કાયમ છે, પરંતુ શનિવારે તેને પદક તાલિકામાં બીજા નંબર પર રહેવા માટે ઈગ્લેંડ તરફથી પડકાર મળશે.

ભારત અત્યાર સુધી 20 સુવર્ણ, 16 રજત અને 12 કાંસ્ય પદક સહિત કુલ 48 પદક મેળવી ચુક્યુ છે, જ્યારે કે ઈગ્લેંડના કુલ પદકોની સંખ્યા 70 છે, પરંતુ સુવર્ણ પદકમાં તે ભારતથી પાછળ છે. ઈગ્લેંડ અત્યાર સુધી 19 સુવર્ણ જીતી ચુલ્યુ છે અને તે તાલિકામાં ભારતની પાછળ છે. ઓસ્ટ્રેલિયા 47 સુવર્ણ સાથે તાલિકામાં ટોચ પર છે.

શનિવારે ભારતને ટેનિસ, કુશ્તી, ફ્રી સ્ટાઈલ, શૂટિંગ અને ટેબલ ટેનિસમાં પદકની આશા છે. ભારતની ટેનિસ સનસની સાનિયા મિર્જા આજે ટેનિસની મહિલા એકલ હરીફાઈના ફાઈનલમાં સુવર્ણ પદક માટે રમશે. આ ઉપરાંત આજે ભારતીય ખેલાડી તીરંદાજી, બેડમિંટન, હોકી, શૂટિંગ અને સ્વિમિંગ હરીફાઈમાં ભાગ લેશે.

ગગન નારંગ પાસેથી આજે ફરી આશા કરવામાં આવી રહી છે કે તેઓ એક વધુ ગોલ્ડ પર નિશાન લગાવશે.

Share this Story:

Follow Webdunia gujarati