પૂનિયાને 10 લાખ આપવાની જાહેરાત
નવી દિલ્લી. , બુધવાર, 13 ઑક્ટોબર 2010 (12:56 IST)
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે 19માં રાષ્ટ્રમંડળ રમતોમાં એથલેટિક્સમાં સુવર્ણ પદક મેળવનારી મહિલા ડિસ્કસ થ્રોઅર કૃષ્ણા પૂનિયાને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે રાજસ્થાનના સૂચના અને જનસંપર્ક રાજ્યમંત્રી અશોક બૈરવાએ આજે અહીં આ માહિતી આપતા જણાવ્યુ કે પૂનિયાની આ ઐતિહાસિક વિજયથી માત્ર દેશનુ જ નહી રાજસ્થાનનું પણ ગૌરવ વધ્યુ છે. તે રાષ્ટ્રમંડળ રમતોની વ્યક્તિગત રમત સ્પર્ઘાઓમાં ભારતને સુવર્ણ પદક અપાવનારી રાજસ્થાનની પ્રથમ મહિલા ખેલાડી છે. આ દરમિયાન જયપુરમાં રાજસ્થાનના રમત રાજ્યમંત્રી માંગીલાલ ગરાસિયાએ પૂનિયાને તેમની આ ઉપલબ્ધિ પર અભિનંદન પાઠવ્યા છે. ગરાસિયાએ કહ્યુ કે કૃષ્ણાને રમત વિભાગ દ્વારા નિયમાનુસાર મદદ પૂરી પાડવામાં આવશે.