Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંત પૌલુસ

સંત પૌલુસ
W.D

સૌલુસ કે પૌલુસ એક પાક્કો યહૂદી હતો. તે શિક્ષા પ્રાપ્ત કરવા માટે યેરૂશલમ આવ્યો હતો. બીજા યહૂદીઓની જેમ આ પણ ખ્રિસ્તી ભક્તો પર અત્યાચાર કરતો હતો. સંત સ્ટીફનના મૃત્યું પાછળ પૌલુસનો પણ હાથ હતો. ખ્રિસ્ત અનુયાયીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જતી હતી આ જોઈને તેણે ખ્રિસ્તી ધર્મને જડ મૂળથી ઉખાડીને ફેંકી દેવાનો નિર્ણય કર્યો અને તુરંત જ યહૂદી અધિકારીઓની આજ્ઞાથી ખ્રિસ્તી અનુયાયીઓ પર જુલ્મ શરૂ કરી દિધો.

એક વખત એવું બન્યું કે સૌલુસ ખ્રિસ્ત ભક્તોનો નાશ કરવા માટે ઘણાં સિપાહીઓને લઈને દમિશ્ક નગર તરફ જઈ રહ્યો હતો અને સહસા રસ્તામાં પ્રભુ યેસુએ તેને દર્શન આપ્યા અને કહ્યું કે હે સૌલુસ તુ મને કેમ હેરાન કરી રહ્યો છે? તો સૌલુસે પુછ્યું કે હે પ્રભુ તમે કોણ છો? તો તેને જવાબ મળ્યો કે હું તે જ યેસુ છુ જેને તું હેરાન કરી રહ્યો છે.

કાંપતા- કાંપતા સૌલુસે પુછ્યું કે પ્રભું હું શું કરૂ? તુરંત જ સૌલુસે ધર્મ પરિવર્તન કર્યું. ખ્રિસ્તીઓનો દુશ્મન સૌલુસ હવે ખ્રિસ્તીઓનો પ્રેરિત પૌલુસ બની ગયો. પ્રભુન આદેશાનુસાર તેણે દમિશ્ક નગરમાં પ્રવેશ કરીને પ્રચારક અનનીયસના હાથથી સ્નાનસંસ્કાર ગ્રહણ કરીને તે જ દિવસથી ધર્મપ્રચારકનું કાર્ય આરંભ કરી દિધું. પૌલુસે યહૂદીઓ અને અન્ય જાતિઓ તે પ્રમાણ કરી બતાવ્યું કે ખ્રિસ્ત જ એક માત્ર સત્ય મુક્તિનો દાતા છે.

થોડાક સમય બાદ ભૂમધ્ય સાગરના તટવર્તી દેશોમાં તેણે દૂર-દૂર અનેક સ્થળો પર ખ્રિસ્તીય મંડળીઓ સ્થાપીત કરી. ત્રણ મોટી મોટી યાત્રાઓ કરતાં તે ઉપદેશો અને પત્રો દ્વારા સંસારમાં ધર્મનો પ્રચાર પણ કરતાં રહ્યાં. ફિલિસ્તીન, એશિયાઈ કોચક, યૂનાન, ઈટલી અને સ્પેન વગેરે દૂર દૂરના દેશોમાં પણ શિક્ષા ગ્રહણ કરી.

સંટ પૌલુસે ચૌદ પત્રો પણ લખ્યાં હતાં જેમાંથી સુંદર ઉપદેશ પણ મળે છે. યેસુના પ્રેમને કારણે તેમણે કેટલાય કષ્ટ સહન કર્યા, કેટલાય દુ:ખ ઉઠાવ્યાં, કેટલીય વખત માર પણ ખાધો અને કારાગારમાં પણ બંધ થયો પરંતુ તેઓ પોતાના પથ પર અટલ રહ્યાં. છેલ્લે સમ્રાટ નેરોના સમયે રોમમાં તેનું માથુ કાપી લેવામાં આવ્યું. આ હકીકતમાં એક મહાન પ્રેરક હતાં.

Share this Story:

Follow Webdunia gujarati