Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરંપરાગત ક્રિસમસ પ્રતીકો

પરંપરાગત ક્રિસમસ પ્રતીકો
ક્રિસમસ વૃક્
N.D
સદબહાર છોડ અને વૃક્ષોને ઈસાના યુગ પહેલાથી પવિત્ર માનવામાં આવી રહી છે. તેનો મૂલ આધાર એ રહ્યો કે ફર વૃક્ષની જેમ સદાબહાર વૃક્ષ બરફ જેવી ઠંડીમાં પણ લીલાછમ રહે છે. એ ધારણાને આધારે રોમનનના રહેવાસીઓએ ઠંડીના મહાન ભગવાન સૂર્યના સન્માનમાં મનાવવામાં આવતો સૈટર્નેલિયા તહેવારમાં ચીડના વૃક્ષોને સજાવવાની પરંપરા શરૂ કરી હતી.

ક્રિસમસના પરિપ્રેક્ષ્યમાં સદાબહાર ફરનું પ્રતીક ઈસાઈ સંત બોનિફેસ દ્વારા શોધવામાં આવ્યુ હતુ. જર્મનીમાં યાત્રા કરવા દરમિયાન તેઓ એક ઓંક વૃક્ષની નીચે આરામ કરી રહ્યા હતા, જ્યા જેઓ ખ્રિસ્તી નથી હોતા તેવા ઈશ્વરોની સંતુષ્ટિ માટે લોકોની બલિ આપવામાં આવતી હતી.

સંત બોનિફેસના તે વૃક્ષને કાપી નાખ્યુ અને તેની જગ્યાએ ફરનુ વૃક્ષ લગાવ્યુ. ત્યારથી પોતાના ધાર્મિક સંદેશાઓ માટે સંત બોનિફેસ ફરના પ્રતીકનો પ્રયોગ કરવા લાગ્યા હતા.

આ અંગે એક જર્મન માન્યતા એ પણ છે કે જ્યારે નવજાત બાળકના રૂપે ઈશુનો જન્મ થયો હતો ત્યારે ત્યાના પશુઓએ તેમને પ્રણામ કર્યા હતા અને જોતજોતામાં જ જંગલના બધા વૃક્ષો સદાબહાર લીલા પાંદડાઓથી ભરાઈ ગયા હતા. બસ, ત્યારથી ક્રિસમસ ટ્રીને ખ્રિસ્તી ધર્મનું પરંપરાગત પ્રતીક માનવામાં આવે છે.

હોળી (શૂલપર્ણી), મિસલટો (વાંદા), લબલબ(આઈવ)
કેટલીક સદાબહાર વસ્તુઓ બીજી ચે, જેમને પવિત્ર માનવામાં આવે છે. આ દરેકનો પોતાનો એક અલગ અર્થ છે.

હોળી માળા
પરંપરા પ્રમાણે હોળી માળા ઘરો અને ગિરજાઘરોમાં લટકાવવામાં આવે છે. આને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. ભારતમાં આ હોળી માળાઓમાં મીણબત્તીઓ લગાવવામાં આવે છે.


મિસલટો
સામન્ય રીતે આ બોરના આકારની સફેદ રચનાઓ હોય છે, જે સફરજનના વૃક્ષોની શાખાઓ પર જોવા મળે છે. તેનો સૌથી વધુ લોકપ્રિય અર્થ એ છે કે આની નીચે ઉભા રહેવાવાળો કોઈનું પણ ચુંબન લઈ શકે છે.

પરંપરારૂપે આ માનવામાં આવી રહ્યુ છે કે મિસલટોની નીચે મળનારા બે મિત્રો પર ભાગ્ય હંમેશા ખુશ રહે છે. અને જો બે દુશ્મન આની નીચે મળી જાય તો દુશ્મની પણ દોસ્તીમાં બદલાય જાય છે, એટલેકે આ મિત્રતા અને પ્રેમનું પ્રતીક છે.

આઈ
આ મિત્રતાનું પ્રતીક છે. એવો પ્રેમ જે સ્થાયી અને અતૂટ હોય છે.

સંત નિકોલસ(સાંતા ક્લોઝ)
webdunia
N.D
સાંતા ક્લોઝ શબ્દની ઉત્પત્તિ ડચ સિટર ક્લોઝથી થઈ હતી. આ સંત નિકોલસનું લોકપ્રિય નામ છે. રસપ્રદ વાત તો એ છે કે સંત નિકોલસની વાર્તાને ઈશુના જન્મોત્સવથી કોઈ લેવડ-દેવડ નથી.

એવી માન્યતા છે કે સંત નિકોલસ એક ઈસાઈ પાદરી હતા જે એશિયા માઈનર માં કોઈ દોઢ હજાર વર્ષ પહેલા રહેતા હતા. તેઓ ખૂબ જ ઉદાર અને દયાળુ હતા અને હંમેશા ગરીબોની મદદ કરતાં હતા.

બાળકો સાથે તેમના સંબંધોના વિશે એક માન્યતા પ્રખ્યાત છે કે એક વાર તેઓ એવા મકાનમાં રોકાયા હતા, જ્યાં ત્રણ બાળકોની હત્યાઓ કરીને તેમના શબને અથાણાની બરણીઓમાં સંતાડી દેવામાં આવી હતી. સંત નિકોલસે ચમત્કાર દ્વારા તે બાળકોને જીવતા કર્યા હતા. ત્યારથી તેમને બાળકોના સંત કહેવામાં આવે છે. એક બીજી માન્યતા છે કે સંત નિકોલસ ક્રિસમસની રાતે ગલીઓમાં ફરીને ગરીબ અને જેમને જરૂર છે તેવા બાળકોને ચોકલેટ-મીઠાઈ વગેરે વહેંચતા હતા, જેનાથી તેઓ પણ ક્રિસમસને હર્ષોલ્લાસથી ઉજવી શકે. આ રીતે ક્રિસમસ અને બાળકોની સાથે સંતા ક્લોઝનો સંબંધ જોડાઈ ગયો.

નિકોલસ તહેવાર 6 ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને આ દિવસે પરંપરાગત બાળકોને ફળ અને મીઠાઈની ભેટ આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati