14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા.
ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ
દિવસ ઉજવવા માટે એમના જન્મદિવસ પસંદ કરવામાં આવ્યો.
વિશ્વમાં પ્રથમ વાર 1954ના વર્ષમાં બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો.મૂળભૂત રીતે આ દિવસની સ્થાપના બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસિત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે કરવામાં આવી હતી, તેમજ સંપૂર્ણ વિશ્વમાં બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવાના હિતાધિકારી કાર્ય વિશે જાગૃતિ લાવવા માટે પણ કરવામાં આવી હતી.
વિશ્વમાં બાળ દિન તરીકે 20મી નવેમ્બરની તારીખની પસંદગી કરવામાં આવી કારણકે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હકોની ઘોષણા જે દિવસે કરવામાં આવી હતી, તેની 1959માં આવતી જયંતિને આ દિવસ સૂચવે છે. 1989માં બાળ હકો પરના કરાર પર તે સમાન દિવસે જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,ત્યારથી 191 રાજ્યો દ્વારા તેને માન્ય કરવામાં આવ્યું છે.
ભારતમાં બાળદિવસની શરૂઆત 1925થી થઈ.
જ્યારે બાળકોના કલ્યાણ પર વિશ્વ કોન્ફરેંસમાં બાળ દિવસ ઉજવવાની ઘોષણા થઈ. 1954માં દુનિયામાં બાળ દિવસને માન્યતા મળી. સંયુક્ત રાષ્ટ એ આ દિવસ 20 નવંબર નક્કી કર્યો. . ઘણા દેશમાં 1950થી બાળ સંરક્ષણ દિવસ એટલે 1 જૂન પણ બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ એ વાતની યાદ આપે છે કે બાળક ખાસ છે બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરરિયાતો અને ભણતરની જરૂરિયાતને ખૂબ ખાસ બનાવવું જરૂરી છે. આ દિવસ બાળકોના યોગ્ય જીવન આપવાની યાદ અપાવે છે.