Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિમેચ્યોર બાળકનુ કારણ

સમય પહેલા બાળકનો જન્મ અને કારણ

પ્રિમેચ્યોર બાળકનુ કારણ
N.D
બાળક સમય પહેલા કેમ જન્મે છે ?

બાળકોનુ સમય પહેલા જન્મવુ એ સંપૂર્ણ રીતે માતાની તંદુરસ્તી પર નિર્ભર છે. જો માતા ખોરાક પૂરો નથી લેતી તો આ સમસ્યા ઉભી થઈ શકે છે.

માતામાં લોહીની ઉણપ, બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, અથવા ગર્ભાશયના આવરણમાં વધુ પાણી હોવાથી બાળકનો જન્મ સમય પહેલા થઈ જાય છે.

આ સિવાય કિશોરાવસ્થા અને છત્રીસ વર્ષની વય પછી ગર્ભધારણ કરનારી સ્ત્રીઓમાં પ્રસવ સમય પહેલા થવાનો ભય વધુ રહે છે. વધુ બાળકોને જન્મ આપનારી સ્ત્રીઓને પણ આ ભય વધુ રહે છે.

આ સિવાય જન્મથી ગર્ભાશયની બનાવટમાં ગરબડ, ગર્ભાવસ્થા દરમિયાન પેશાબની નળીમાં ઈંફેક્શન, ગર્ભાશયનુ મોઢુ ઢીલુ થઈને ખુલી જવુ, હારમોનલ દબાવ અથવા પ્લેસેટામાં રક્તસ્ત્રાવ થવાથી પણ આ સમસ્યા ઉભી થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati